January 18, 2025

નાઈજીરિયામાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતાં 41 લોકોનાં મોત

Nigeria: નાઈજીરીયાના ઉત્તર-પશ્ચિમ રાજ્ય ઝમફારામાંબોટ પલટી જવાથી ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એક અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે બોટમાં 50 થી વધુ મુસાફરો અને ક્રૂ સવાર હતા. તેમણે જણાવ્યું હતું કે ઝમફારાના ગુમ્મી સ્થાનિક સરકારી વિસ્તારના ગુમ્મી શહેર નજીક નદીમાં બોટ પલટી ગઈ હતી.

મુસાફરો ખેડૂતો હતા
અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે મુસાફરો ખેડૂતો હતા જેઓ દરરોજ બોટને નજીકના વિસ્તારમાં તેમના ખેતરોમાં લઈ જતા હતા. માહિતી મળતાની સાથે જ અધિકારીઓએ સ્થળ પર પહોંચ્યા હતા. જેમાં 12 લોકોને બચાવવામાં સફળ રહ્યા હતા. મહિલાઓ અને બાળકો પણ આ બોટમાં હતા. જામફરા પોલીસના પ્રવક્તા યઝીદ અબુબકરે જણાવ્યું હતું કે આ દુર્ઘટના શનિવારે બની હતી, તેમાંથી પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ 40 લોકો હજુ પણ ગુમ છે. હાલ એ સ્પષ્ટ નથી થયું કે બોટ ડૂબી ત્યારે તેમાં કેટલા લોકો સવાર હતા.

આ પણ વાંચો: પાકિસ્તાન બન્યું ઝેરી, એક જ પરિવારના 13 સભ્યોને ઝેરી દૂધ પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા

અવારનવાર અકસ્માત
આ દુર્ઘટના શનિવારે બની હતી હજૂ કેટલા લોકોના મોત થયા છે તેની સત્તાવાર માહિતી સામે આવી નથી. મહત્વની વાત એ છે કે પશ્ચિમ આફ્રિકાના દેશમાં બોટ પલટી જવાના અકસ્માતો અવારનવાર બનતા રહે છે. આ બનાવમાં લોકોના મોટી સંખ્યામાં મોત પણ થાય છે. હવામાનની પરિસ્થિતિઓ અને ઓવરલોડિંગ આ સાથે ઘણી ભૂલોને કારણે સામાન્ય રીતે આવા બનાવો બની રહ્યા છે.