December 23, 2024

ગુજરાતમાં મોટો અકસ્માત, ચાલતી ટ્રેનમાં આગ, અફરાતફરી સર્જાઈ

Mumbai Amritsar Express: ગુજરાતના ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે દોડતી ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મુંબઈ અમૃતસર એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ભરૂચના સિલ્વર બ્રિજ પાસે ટ્રેનમાંથી નીકળતા ધુમાડાના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. એન્જિનના બીજા ડબ્બામાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી અને ધુમાડો નીકળતો જોઈ મુસાફરો ડરી ગયા હતા અને ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેન 45 મિનિટ માટે ઉભી રહી. ફાયર બ્રિગેડની સાથે પોલીસ પણ ઘટનાસ્થળે હાજર રહ્યાં હતા, કોઈ જાનહાનિ થઈ નથી. હાલ ટ્રેન મુંબઈથી અમૃતસર જઈ રહી હતી.

ટ્રેનમાં હાજર કર્મચારીઓએ આગ અંગે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ભરૂચ ફાયર વિભાગ અને ટ્રેનના જવાનો ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મુસાફરોને અન્ય કોચમાં બેસાડીને ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લાવવામાં આવી હતી, જ્યાં તપાસ બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.