May 18, 2024

ચીનની ચતુરાઈ અહિંયા ફ્લોપ, સ્કૂલમાં ભીષણ આગમાં હોમાયા 13 લોકો

ચીનમાં રાત્રે તારીખ 19-1-2024ના રાતે 11 વાગ્યે હેનાનના યાનશાનપુ ગામની યિંગકાઈ સ્કૂલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ આજે સવારે તારીખ 20-1-2024ના આ માહિતી આપી હતી. અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ગયા છે.

આગમાં 13 લોકોના મોત
શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ શનિવારે આપેલી માહિતી અનુસાર સ્થાનિક ફાયર વિભાગને રાત્રે 11 વાગ્યે હેનાનના યાનશાનપુ ગામની યિંગકાઈ સ્કૂલમાં આગની માહિતી મળી હતી. અત્યાર સુધીમાં 13 લોકોના મોત અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને શાળાના હેડને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ચીનમાં સતત આગના બનાવો આવી રહ્યા છે. જેમાં ઘણી વખત એવી પણ આગ લાગી છે જેમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. આ પહેલા નવેમ્બરમાં ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં કોલસા કંપનીની ઓફિસમાં આગનો બનાવ સામે આવ્યો હતો. જેમાં 26 લોકોના મોત થયા હતા. ઘાયલોની સંખ્યા તો ખુબ વધારે હતી. ત્યાર બાદ ગયા વર્ષની વાત કરવામાં આવે તો એપ્રિલમાં બેઇજિંગની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં 29 લોકોના મોત થયા હતા. આગના વિકરાળ સ્વરૂપ જોઈને લોકોને બારીઓમાંથી કૂદી પડવાની ફરજ પડી હતી.

 આ પણ વાચો: બોટ,બાળકો અને બહાના, ભૂલકાઓના જીવના જવાબદાર કોણ?

ફિલિપાઈન્સમાં વરસાદ બન્યો મોતનું કારણ
સરકારના નાગરિક સુરક્ષા કાર્યાલયના પ્રાદેશિક વડા, એડનાર દયાંગિરાંગે ગુરુવારે તારીખ 18-1-2024ની રાત્રે માહિતી આપતા જણાવ્યું કે દાવો ડી ઓરો રાજ્યમાં સોનાની ખાણકામના શહેર મોનકેયોમાં દૂરના પર્વતીય ગામમાં ભૂસ્ખલન બાદ પાંચથી 10 લોકો ગુમ થયા છે. આ સાથે જ તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે દક્ષિણ ફિલિપાઈન્સમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનથી એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં બાળકો સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે અને બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ગુજરાતનો ગોઝારો ગુરુવાર
ગુજરાતમાં આવેલા વડોદરામાં તારીખ 19-1-2024ના રોજ 12 બાળકો સહિત એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝર મળી કુલ 14ના હરણી તળાવમાં મોત થયા હતા. આ પહેલા મોરબી બ્રિજ દુર્ઘટના બની હતી. જેમા સરકારી ચોપડે 135 લોકોનાં મૃત્યુ થયાં હતા, પરંતુ સ્થાનિક લોકોનો અંદાજ છે કે 150થી વધુ લોકોના આ બ્રિજ દુર્ઘટનામાં મોત થઈ ગયા હતા. આ બનાવ પહેલા તક્ષશિલા કાંડ સુરતમાં થયો હતો તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. વારંવાર આવા બનાવોના કારણે લોકોના મોત થઈ રહ્યા છે.

આ પણ વાચો: ફિલિપાઈન્સમાં વરસાદ બન્યો મોતનું કારણ, 7 લોકોએ કરી છેલ્લી પ્રાર્થના