ખેડુતોને ડુંગળીના હરાજીમાં ઓછા ભાવ મળતા મહુવા માર્કેટીંગયાર્ડ પ્રમુખે સરકારને કરી રજૂઆત

Mahua Market Yard News: ખેડૂતોને તો જાણે દરેક પાક તૈયાર થાય પછી ખોબે આસુડે રોવાનો વારો આવ્યો છે. દરેક સિઝનમાં પાક તૈયાર થાય પછી માર્કેટમાં જેવો પાકને લઈ જવામાં આવે છે ત્યારે પાણીના ભાવે આ પાકની ખરીદી કરવા યાર્ડના વેપારીઓ તૈયાર થતા હોય છે. એક સમય એવો ના આવે કે ખેડૂતો ખેતી કરતા જ બંધ થઈ જાય. તેનું પરિણામ એ આવશે કે પછી જે લોકો અત્યારે સસ્તા ભાવમાં વસ્તુઓ ખરીદી કરે છે, તેને ડબલ ભાવે ખરીદી કરવી પડશે. મહુવાના માર્કેટીંગયાર્ડ પ્રમુખે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં રમેશ ટીલાળાએ અશાંતધારાને લઈ કલેક્ટરને કરી રજૂઆત
કેન્દ્ર સરકારમાં કરી રજૂઆત
ખેડુતોને ડુંગળીના હરાજીમાં ઓછા ભાવ મળતા મહુવા માર્કેટીંગયાર્ડ પ્રમુખે સરકારને રજૂઆત કરી છે. 20 ટકા લાગતી નિકાસ ડ્યુટી તાત્કાલીક હટાવવાની માંગ કરી છે. સરકાર ડ્યુટી તાત્કાલીક હટાવી લે તો ખેડુતોને ડુંગળીના પૂરતા ભાવ મળી રહે તેવી માંગ કરી છે. ગઇ કાલમાં સવારે 150 થી 700 સુધીની બોલી લગાવાઈ હતી. આજના દિવસે 150 થી 300 થઈ ગઈ છે.