January 22, 2025

વીરપુરના ડેભારી સહકારી સંઘમાંથી ડુપ્લિકેટ ખાતર મળ્યું, ખેડૂતોનો હોબાળો

મહીસાગરઃ નકલી ઘી , પનીર અને જીરુ બાદ ડેભારી સેવા સંઘમાંથી નકલી ખાતર મળી આવ્યું છે. વીરપુરના ડેભારી સહકારી સંઘમાંથી ડુપ્લિકેટ ખાતર મળી આવતા ચકચાર મચી ગઈ છે. ડીએપપી ખાતરની થેલીઓ સંઘના સેક્રેટરી દ્વારા ખેડૂતોને આપી હતી.

ખેડૂતોએ શિયાળુ સિઝનની વાવણી કરી દેતા ખાતર ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે. સહકારી સંઘના અન્ય લોકોને અજાણ રાખી સેક્રેટરીએ ડુપ્લિકેટ ખાતર ડેપોમાં ઉતાર્યું હતું. ખાતર ખેડૂતોને પધરાવી દેતા ખેડૂતોએ સહકારી સંઘમાં હોબાળો કર્યો હતો. ખેડૂતોએ હોબાળો કરતા સેક્રેટરીએ સંઘમાંથી ખાતર તાત્કાલિક ધોરણે હટાવ્યું છે.

સરકાર માન્ય સરદારના નામની થેલીનો દૂર ઉપયોગ કરી છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આબેહૂબ થેલીનો ઉપયોગ કરી અંદર માટી હોવાનું ખેડૂતોનું રટણ કર્યું છે. ખેડૂતો સાથે છેતરપિંડી થતા ખેડૂતોએ કાર્યવાહી કરવા માગ ઉઠી છે. ખાતર ક્યાંથી લાવવામાં આવ્યું તેની યોગ્ય તપાસ કરવાની માગ કરી છે.