December 22, 2024

મહીસાગરના કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીનો લટકતો મૃતદેહ મળ્યો

મહીસાગર: સરકારી કુમાર છાત્રાલયમાં યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવી છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, લુણાવાડા પાસે સોનેલા ગામે બાબાસાહેબ આંબેડકર ભવનમાં આવેલા છાત્રાલયમાં આ ઘટના બની છે. છાત્રાલયમાં લટકતી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

આ પણ વાંચોઃ વડોદરા મહાનગરપાલિકાની કાર્યવાહી, સતત ત્રીજા દિવસે બુલડોઝરવાળી ચાલુ

કુમાર છાત્રાલયમાં ફરજ દરમિયાન જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી મળી આવી છે. આ સમગ્ર બનાવની જાણ થતાં લુણાવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લુણાવાડા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મૃતદેહ ઉતારીને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.