રાજપૂત ભવન ખાતે મહિપાલસિંહ મકરાણાએ કરી પ્રેસ કોન્ફરન્સ
જયેશ ચૌહાણ, અમદાવાદ: કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગોતા ખાતેના રાજપૂત ભવન પહોંચ્યા હતા જ્યાં મહિપાલસિંહ મકરાણાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ક્ષત્રાણીઓને જૌહર કરવુ પડી રહ્યું છે. અમારી બહેન દીકરીઓને આ પગલુ ભરવુ પડી રહ્યું છે તો શું સ્થિતી રહી હશે. શું કોઈ ઉમેદવારને એવી છૂટ મળે છે કે એક સમાજને ખુશ કરવા બીજા સમાજ વિશે આવી ટિપ્પણી કરે. કોઈ પણ સમાજની દીકરી હોય બધાની ઈજ્જત એક સમાન છે. વધુમાં તેમણે કહ્યું કે, પાટીદારની દીકરી હોય કે દલિતની દીકરી હોય બધાની ઈજ્જત એક સમાન છે. બીજી બાજુ રૂપાલા પોતાનો પ્રચાર શરૂ કરી ચૂક્યા છે. ગુજરાત અને રાજસ્થાનમાં બહુ તફાવત નથી.
અમારી બહેનોને જૌહર નહીં કરવા દઈએ, બહેનો પહેલા ભાઈઓનો વારો આવશે. અમે લોકો બહેનોના ઘરે જઈને તેમને સમજાવીશું. વધુમાં તેમણે કહ્યું કે, ભાજપનો પરંપરાગત વોટબેંક રાજપૂત છે. વાજપેયી, અડવાણી, મુરલી મનોહર જોશી હતા તો ભૈરોસિંહ શેખાવત પણ પાર્ટી ઉભી કરવામાં હતા. વધુમાં મહિપાલસિંહે કહ્યું કે, દર વખતે બહેન બેટીઓ પર વાર કરીને માફી માગીને નીકળી જવાનું? ફિલ્મોમાં પણ ભૂલ કરી ડિસક્લેમર લખીને નીકળી જાય છે. વધુમાં કહ્યું કે, કોઈ પુરૂષ પર ટિપ્પણી કરી હોત તો હજૂ પણ માફી આપી દેવાઈ હોત પણ અમારી બહેન દીકરી પણ વાર થયો છે, પહેલા પણ માથાઓ આપી ચૂક્યા છે અને હજૂ પણ આપી દઈશું.
કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, અમારે ઈજ્જત મોંઘી છે, પરંતુ મૌત સસ્તી છે. માંગ નહીં સંતોષાય તો ભાજપનો બહિષ્કાર કરીશું. વધુમાં તેમણે ઉમેર્યું કે, રાજસ્થાનમાં વસુંધરા રાજેનો પણ વિરોધ કરી હરાવ્યા હતા. હાઈ કમાંડ જ ગુજરાતથી આવે છે. રાષ્ટ્રીય અધ્યક્ષને બાદ કરતા મોદી – શાહ ગુજરાતથી આવે છે. પીએમ અને ગૃહ મંત્રીને નથી લાગતુ કે ક્ષત્રિય સમાજની મહિલાઓને ચોટ લાગી છે. કાલે યુપી, રાજસ્થાન, એમપી, હરિયાણામાં આવેદન પત્રો આપ્યા છે. હજુ માગ નહીં સંતોષાય તો દક્ષિણ સુધી પહોંચીશું. 22 રાજ્યોમાં કરણી સેના ફેલાયેલી છે અને રાજપૂત સમાજ ભાજપને સમર્પિત છે માટે અલ્ટિમેટમ નથી અપાયું. માગ નહીં સંતોષાય તો અલ્ટિમેટમ પણ અપાશે. વધુમાં તેમણે કહ્યું કે, હું અહીં સુધી આવ્યો છું તો સમજો કે લડાઈ લાંબી થવાની છે. રૂપાલાના મત ક્ષેત્રમાં બોયકોટ રૂપાલાના બેનર લાગી શકતા હોય તો દેશમાં બોયકોટ ભાજપના પણ બેનર લાગી શકે છે.
ગુજરાત ભાજપના ક્ષત્રિય નેતાઓ વિશે મહિપાલસિંહ મકરાણાનું નિવેદન
- હરિયાણામાં એક મૂર્તિનો વિવાદ હતો તો RSS – બજરંગ દળના લોકોએ રાજીનામા આપ્યા છે.
- જે પોતાની જાતનો નહીં એ કોઈના બાપનો નહીં એવુ કહેવાય છે.
- મને વિશ્વાસ છે કે અમારો રાજપૂત નેતા સમય આવ્યે અમારી સાથે ઉભો હશે.
- રૂપાલાને સંસદ સુધી નહીં પહોંચવા દઈએ.
- નુપુર શર્માએ ટિપ્પણી કરી અને તેને ભાજપમાંથી હટાવાઈ હતી.
- શું નુપુર શર્માની ટિપ્પણી એટલી ખરાબ હતી એ નિર્ણય તમે કરો.
- આજ સુધી કોઈએ પુછ્યુ નથી કે નુપુર શર્માને કેમ હટાવાઈ.
- અમે મજબૂત છીએ, મજબૂર નથી.
- પાટીદાર અમારા ભાઈઓ છે.
- EWS માટે અમે પણ આંદોલન કર્યુ હતુ.
- હાર્દિક પટેલ પાટીદારોના યુવા નેતા છે…. તડીપાર થયા ત્યારે ૬ મહિના ઉદયપુર રહ્યાં હતા.
- હું એ સમયે 200/300 ગાડીઓ સાથે સ્વાગત અને ફરાવીને આવ્યો હતો.
- મેં હાર્દિકને કહ્યું હતુ કે તમે અહીં બંદી નથી , આઝાદ છો , કરણી સેના તમારી સાથે છે.
- જાતિવાદી જહેરીલા લોકો છે એના માટે અહીં આવ્યો છું, જાતિવાદનું જેર ફેલાવવા માટે નથી આવ્યો.
- પરેશ રાવલે પણ ટિપ્પણી કરી હતી અને એક થપ્પડ પડ્યા બાદ માફી માગી હતી.
- રૂપાલાને પણ 4-5 થપ્પડ પડશે તો બધા તાર ઠીક થઈ જશે.
- મારા પર ટિપ્પણી કરી હોત તો માફ પણ કરી દિધા હોત પણ બહેન દિકરીના ચરિત્ર પર આંગળી ઉઠાવી છે.
- હાર્દિક પટેલ ચૂંટણી જીત્યા તો તેમા પણ કરણી સેનાનો ફાળો છે.
- અમારા આગેવાનો અને નેતાઓએ કેમ્પ કર્યા હતા.
- જે પણ સમર્થન કરશે તેનો આભાર માનીશુ.