October 23, 2024

બોગસ બિલિંગ કેસમાં ગાંધીનગર પોલીસના દરોડા, મેરિટાઇમ બોર્ડના દસ્તાવેજો બારોબાર સગેવગે થયાં

અમદાવાદઃ બોગસ બિલિંગ માટે પત્રકાર મહેશ લાંગાની મુશ્કેલીમાં વધારો થશે. ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં ગાંધીનગર પોલીસે દરોડા પાડ્યા હતા. ત્યારે તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે.

મેરિટાઇમ બોર્ડના અમુક દસ્તાવેજો કચેરીમાંથી બારોબાર નીકળી ગયા છે. ત્યારે આ મામલે ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ચોરી-ઠગાઈ સહિતની ભારેખમ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મામલે ગુપ્તતા રાખવામાં આવી રહી છે.

મેરિટાઈમ બોર્ડના કેટલાક કર્મચારીઓની પૂછપરછ ચાલી રહી છે. મેરિટાઈમ બોર્ડમાંથી દસ્તાવેજો કેવી રીતે સગેવગે થઈ ગયા? કોણે આપ્યા અને કેવી રીતે ગુજરાત બહાર પહોંચ્યા? ઊંડી તપાસ માંગી લેતું પ્રકરણ છે. આ મામલામાં કેટલાક મોટા માથાઓને પણ છાંટા ઉડે તેવી સંભાવના છે.