દીકરાના મૃતદેહ માટે જગજીત સિંહે આપવી પડી હતી લાંચ, મહેશ ભટ્ટનો ખુલાસો
મુંબઇ: ગઝલ ગાયક જગજીત સિંહ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. તેમણે ખૂબ જ નાની ઉંમરે તેમના પુત્ર ગુમાવ્યો. જગજીત સિંહનો પુત્ર જ્યારે 20 વર્ષનો હતો ત્યારે કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. પુત્રના અવસાન બાદ જગજીત સિંહ ખરાબ રીતે તૂટી ગયા હતા. ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે જગજીત સિંહના પુત્રના નિધન અંગે એક ખુલાસો કર્યો છે. મહેશ ભટ્ટે ખુલાસો કર્યો હતો કે જગજીત સિંહને તેમના પુત્રના મૃતદેહ સુધી પહોંચવા માટે લાંચ આપવી પડી હતી.
મહેશ ભટ્ટે કર્યો હતો ખુલાસો
મહેશ ભટ્ટે આ અંગે અનુપમ ખેર સાથે વાત કરી હતી. તેઓ અનુપમ ખેર સાથે તેમની ફિલ્મ સારાંશ વિશે વાત કરી રહ્યા હતા, આ દરમિયાન તેમણે જગજીત સિંહના પુત્રના નિધન અંગે આ વાત કહી.
પુત્રના મૃતદેહ માટે લાંચ આપવી પડી
એક અહેવાલ મુજબ, મહેશ ભટ્ટે કહ્યું- ‘જ્યારે જગજીત સિંહના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે તેણે મને કહ્યું કે તેમણે પોતાના પુત્રનો મૃતદેહ મેળવવા માટે જુનિયર ઓફિસરોને લાંચ આપવી પડી અને ત્યારે જ તેમને ‘સારંશ’ના મહત્વનો અહેસાસ થયો.કેવી રીતે એક સામાન્ય માણસ પોતાના પુત્રના મૃતદેહ લેવા માટે આટલો સંઘર્ષ કરે છે. આ ફિલ્મ માટે એક સંદર્ભ બિંદુ છે. તેમના મૃત્યુ પછી, જગજીતની પત્ની ચિત્રા સિંહ, જે એક પ્રખ્યાત ગાયિકા હતી, તેમણે ગાવાનું બંધ કરી દીધું. આ દંપતીને એક પુત્રી પણ હતી, જેનું 2009માં મૃત્યુ થયું હતું.
સારાંશે મંગળવારે 40 વર્ષ પૂર્ણ કર્યા
સારાંશે મંગળવારે 40 વર્ષ પૂર્ણ કર્યા. આ ફિલ્મમાં અનુપમ ખેર, રોહિણી હટ્ટાગડી લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મની વાર્તા એક મહારાષ્ટ્રીયન દંપતીની હતી જેણે પોતાનો એકમાત્ર પુત્ર ગુમાવ્યો હતો. આ ફિલ્મમાં વૃદ્ધ લોકોની ચિંતા, એકલતા અને ઉદાસી દર્શાવવામાં આવી છે.