December 23, 2024

મહેસાણા LCBની કડી GIDCમાં રેડ, શંકાસ્પદ ઘીના કાળા કારોબારનો પર્દાફાશ

મહેસાણાઃ કડી GIDCમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. હરિઓમ પ્રોડક્ટ્સ રાજરત્ન એસ્ટેટ બુડાસણમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે. મહેસાણા ફૂડ વિભાગની ટીમે બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. ત્યારે ઘીનો કાળો કારોબાર ઝડપાયો હતો.

ભાડાના ગોડાઉનમાં આ ગોરખધંધો ચલાવવામાં આવતો હતો. પ્રાથમિક રીતે પામોલિન, ફોરેન ફેટનો મોટા પ્રમાણમાં મોટો જથ્થો મળી આવ્યો હતો. પામોલિન અને ફોરેન ફેટ મિક્ષ કરી ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું. ફૂડ વિભાગે અંદાજે 1.24 કરોડનો જથ્થો સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા LCB ટીમે ઘી ઝડપવા માટે રેડ પાડી હતી. ત્યારે ત્યાંથી શંકાસ્પદ ખાતર પણ મળી આવ્યું છે. બુડાસણ GIDCમાં LCBની ટીમને ઘીની શોધમાં ખાતરનું ગોડાઉન મળી આવ્યું છે. રાત્રી દરમિયાન નકલી ઘીની કાર્યવાહી બાદ હવે ખાતર મામલે કૃષિ વિભાગને જાણ કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાય તેવી શક્યતા છે.