January 27, 2025

મહાકુંભમાં ધર્મભક્તિ સાથે દેશભક્તિ, મહેન્દ્રગીરીબાપુ અને ઇન્દ્રભારતીબાપુ સહિતના સંતોએ રાષ્ટ્રધ્વજ સાતે પદયાત્રા યોજી

Mahakumbh 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ મેળામાં ધર્મભક્તિ સાથે દેશભક્તિ જોવા મળી છે. 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે સાધુ-સંતો દેશભક્તિના રંગમાં રંગાયા હતા.

જસદણ નજીક આવેલ બાલાજી ધામના શ્રી શ્રી 1008 ગીર્ગાચાર્ય પીઠાધીશ શ્રી જગતગુરુ મહેન્દ્રગીરીબાપુ અને ઇન્દ્રભારતી બાપુ સહિત સાધુ-સંતો અને સેવક ગણો સાથે મળીને પ્રયાગરાજ ખાતે મહાકુંભના મેળામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી. સાથે જ મહાકુંભ મેળામાં રાષ્ટ્રધ્વજ હાથમાં લઈ પદયાત્રા કરી હતી. ગણતંત્ર દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.