મહાશિવરાત્રીના મેળામાં અધોરી મ્યુઝીકની રમઝટ, સોરઠ ધરાને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરાઈ

સાગર ઠાકર, જૂનાગઢ: મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોએ ફોક મ્યુઝિકની પ્રસ્તુતિથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અઘોરી મ્યુઝિકના કલાકારોએ સોરઠ ધરાને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરી હતી.
અધોરી મ્યુઝીક ગૃપે તું ભૂલો તો પડ મારા સોરઠ માલીપા… હાલોને આપડા મલકમાં… શુરવીરોના રાસડા, ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈ પૂજાવું… ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.. રાધા ગોવાલડિના ઘર પસવાડે મોહન મોરલી વગાડે…આભમાં ઝીણી ઝબૂકે વીજળી… મારો ઠાકર કરે ઈ ઠીક…. તને આમ ગોતું તેમ ગોતું, ગોતું તારો સંગાથ….. જોડે રેજો રાજ સહિતનાં ગીતો અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ, દુહાઓ, રાસડાઓને આગવી શૈલીમાં રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યાપે ઉપસ્થિત લોકો ગરબે ઝુમી ઉઠ્યા હતા.