અંબાજી મંદિરમાં મહાશિવરાત્રીની આરતી રાત્રીના 12:00 કલાકે યોજાશે

અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીના પર્વને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિવરાત્રી નિમિત્તે વિશેષ આદ્યશક્તિ મા અંબા અને અંબિકેશ્વર મહાદેવની રાત્રે 12:00 કલાકે આરતી કરવામાં આવશે.
અંબાજી મંદિરની ચાલતી પ્રણાલીકા મુજબ તા.26/02/2025ને (બુધવાર)ના મહાશિવરાત્રીની આરતી રાત્રે 12:00 કલાકે યોજાશે. જ્યારે 27/02/2025થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ શરૂ થઈ જશે.