December 12, 2024

PM મોદીનો પૂણે પ્રવાસ રદ્દ, વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

Narendra Modi: મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પૂણે મુલાકાત રદ્દ કરવી પડી છે. મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે પાલઘર અને સિંધુદુર્ગના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદ અને ગાજવીજની સંભાવના છે. મુંબઈના ઉપનગરીય શહેરમાં સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે તેની અસર ફ્લાઈટ્સ પર પણ અસર પડી છે. ઘણી ફ્લાઈટોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. હવે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પુણે મુલાકાતને રદ કરવી પડી છે.

આ તારીખ સુધી પડશે વરસાદ
IMDએ આપેલી માહિતી પ્રમાણે આવતીકાલ સુધી પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આજના દિવસે મુંબઈની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા, દક્ષિણ ગુજરાત અને ગંગાજળ પશ્ચિમ બંગાળમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: વિરાટ કોહલી સચિનને ​​પાછળ છોડી નહીં શકે?

PM મોદી આ યોજનાઓનું ઉદ્ઘાટન કરવાના હતા
PM રાષ્ટ્રીય સુપરકોમ્પ્યુટિંગ મિશન (NSM) હેઠળ લગભગ રૂપિયા 130 કરોડની કિંમતના ત્રણ સ્વદેશી વિકસિત પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર પણ રાષ્ટ્રને સમર્પિત કરવા જઈ રહ્યા હતા. હવામાન અને આબોહવા સંશોધન માટે રચાયેલ ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગ (HPC) સિસ્ટમનું ઉદ્ઘાટન કરવાના હતા. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સેક્ટરમાં રૂ. 10,400 કરોડની વિવિધ પહેલો શરૂ કરવાના હતા.