December 18, 2024

સોનિયા ગાંધીએ 20 વખત લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો, રાહુલ દરેક વખતે નિષ્ફળ ગયા: અમિત શાહ

Maharashtra elections: કેન્દ્રીય મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના હિંગોલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે સોનિયા ગાંધીએ તેમના પુત્રને 20 વખત લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે નિષ્ફળ રહ્યા. અમિત શાહે કહ્યું, મહારાષ્ટ્ર ચૂંટણીમાં તેમનું ‘રાહુલ વિમાન’ 21મી વખત દુર્ઘટનાગ્રસ્ત થવા જઈ રહ્યું છે.

‘સારું’ બોલવાનો પડકાર
અમિત શાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે વિશે ‘સારું’ બોલવા માટેનો પડકાર ફેંક્યો હતો. અમિત શાહે કહ્યું, “ઉદ્ધવજી, જો તમારામાં હિંમત હોય તો રાહુલ બાબાને વીર સાવરકર અને બાળાસાહેબ વિશે બે સારા શબ્દો કહેવાનું કહીને બતાવો. શાહે કહ્યું, “રાહુલ બાબાની કોંગ્રેસ પાર્ટીએ કાશ્મીરમાં કલમ-370 પાછી લાવવાનો ઠરાવ પસાર કર્યો છે. રાહુલ બાબા, ધ્યાનથી સાંભળો, માત્ર તમે જ નહીં તમારી ચોથી પેઢી પણ કલમ-370 પાછી લાવી શકશે નહીં. શાહે કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ વિશ્વાસ સાથે કહ્યું હતું કે તેમની પાર્ટી જીતશે.