December 24, 2024

લાડલી બહેન યોજનાથી જનતાની લાડકી બની ‘મહાયુતિ’ સરકાર?

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં મહાયુતિ સરકારની જીત વ્યક્ત કરવામાં આવી હતી. આખરે તે સત્ય પડી રહી હોય તેવું પરિણામ જોઈને લાગી રહ્યું છે. આ વખતે મતદાનની ટકાવારીમાં વધારો થયો છે. મહાયુતિ સરકાર હાલના પરિણામ પ્રમાણે બહુમત સાથે આગળ છે. ત્યારે સવાર એ છે કે લાડલી બહેન યોજના’ થકી જનતાની લાડકી બની મહાયુતિ સરકાર? આવો જાણીએ.

શું આ લાડલી બહેન યોજનાની અસર છે?
એક્ઝિટ પોલમાં મહાયુતિની જીતનો દાવો કરવામાં આવ્યો હતો. જે તારણ કાઢવામાં આવ્યું હતું તે પ્રમાણે હાલ પરિણામ આવી રહ્યા છે. મહાયુતિ સ્પષ્ટ બહુમતી અને મોટી જીત નોંધાવશે. આ સ્થિતિમાં રાજકીય પક્ષોમાં ચર્ચાઓ થઈ રહી છે કે લાડલી બહેન યોજનાની લોકપ્રિયતાથી મતદાન વધ્યું છે અને તેનો લાભ મહાયુતિ સરકારને મળ્યો છે. તમને જણાવી દઈએ કે મહાયુતિએ સત્તામાં પાછા ફરવા પર 1500 રૂપિયાને બદલે 2100 રૂપિયા પ્રતિ માસ આપવાનું વચન આપ્યું છે. બીજી બાજૂ કોંગ્રેસે મહાલક્ષ્મી યોજના હેઠળ કર્ણાટકની તર્જ પર દર મહિને 3000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસે મહિલાઓને મફત બસ મુસાફરીનું વચન પણ આપ્યું હતું.

આ પણ વાંચો: સંજય રાઉત મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોને લઈને થયા ગુસ્સે, કહ્યું ‘આ પરિણામો સ્વીકાર્ય નથી’

લાડલી બહેન યોજના ગેમ ચેન્જર બની
લાડલી બહેન યોજના મહારાષ્ટ્રમાં ગેમ ચેન્જર બની હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં કુલ 9.7 કરોડ મતદારો હતા. જેમાં કુલ 3 કરોડ 34 લાખ 37 હજાર 57 પુરૂષો, 3 કરોડ 6 લાખ 49 હજાર 318 મહિલા અને 1 હજાર 820 અન્ય મતદારોએ મતદાન કર્યું છે. ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે નેવાસા, કાગલ, આર્મોરી, નવાપુર, શાહુવાડી, કુડાલ અને પલુસ-કડેગાંવ, કરવીર, ચિમુર, બ્રમ્હાપુરીમાં મહિલાઓનું મતદાન વધારે થયું છે.