December 19, 2024

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ‘ડોલી ચાયવાલા’ની એન્ટ્રી

Maharashtra Elections 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ નજીકના સમયમાં આવી રહી છે. જેના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે. નેતાઓ પોતાના પ્રચારમાં સેલિબ્રિટીની મદદ લઈ રહ્યા છે. આવું જ કંઈક નાગપુર પૂર્વના ભાજપના ઉમેદવારના સમર્થનમાં આયોજિત પ્રચારમાં જોવા મળ્યું હતું. આ પ્રચારમાં ડોલી ચાયવાલાએ પણ હાજરી આપી હતી. કૈલાશ વિજયવર્ગીય સાથે ડોલી ચાયવાલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: PM મોદીની આદિવાસીઓ સાથે વાર્તાલાપ કરતી તસવીર વાયરલ, જાણો કેપ્શનમાં શું લખ્યું…

કૈલાશ વિજયવર્ગીયે ફોટો કર્યો શેર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હવે થોડા જ સમયમાં આવી રહી છે. જેનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. મત માટે નેતાઓ સેલિબ્રિટીનો સહારો લઈને પ્રચાર કરી રહ્યા છે. વિજયવર્ગીયએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ડોલી ચાયવાલા સાથેનો એક ફોટો શેર કર્યો છે. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી છે. જેના પરિણામની જાહેરાત 23 નવેમ્બરે એટલે કે ચૂંટણીના 3 દિવસ પછી કરી દેવામાં આવશે.