સંજય રાઉત મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોને લઈને થયા ગુસ્સે, કહ્યું ‘આ પરિણામો સ્વીકાર્ય નથી’
Maharashtra Election Result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બહાર આવી રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ રાજ્યમાં 288 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં બહુમતી સાથે આગળ વધી રહ્યું છે. હવે આ પરિણામ જોઈને શિવસેના યુબીટી નેતા સંજય રાઉત ગુસ્સે થયા હોવાનું સામે આવ્યું છે. તેમણે ગુસ્સો કરને પરિણામો પર સવાલ કર્યા છે કે અને અને કહ્યું છે કે ચૂંટણીમાં કંઈક ખોટું થયું છે. અમે આ પરિણામનો સ્વીકારતા નથી. અમારી સાથે મહારાષ્ટ્રના લોકો પણ આ પરિણામનો સ્વીકાર કરશે નહીં.
આ પણ વાંચો: મોદી-યોગીના સૂત્રો મહારાષ્ટ્રમાં હિટ થઈ ગયા?
છેતરપિંડી કરવામાં આવી હતી
સંજય રાઉતે ગુ્સ્સે થઈને કહ્યું કે આ જનતાનો નિર્ણય ન હોઈ શકે. આપણે તેનું મન જાણીએ છીએ. સંજય રાઉતે કહ્યું કે પરિણામમાં કંઈક ખોટું છે. દરેક મતવિસ્તારમાં વોટિંગ મશીન લગાવવામાં આવ્યા છે. રાઉતે વધુમાં જણાવ્યું હતું કે આ પરિણામો સ્વીકારી શકાય તેમ નથી. જનતા દ્વારા પણ સ્વીકારવામાં આવશે નહીં. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને 60 બેઠકો મળી રહી છે, અજિત પવારને 40 બેઠકો મળી રહી છે, આ શક્ય જ નથી.