જીત બાદ એકનાથ શિંદેનું પહેલું નિવેદન
Maharashtra Election Result: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ તમામ મતદારોનો આભાર માન્યો હતો. આભાર માનતા કહ્યું કે આ એક મોટી જીત છે. શિંદેએ કહ્યું કે અમને તમામ વર્ગના મત મળ્યા છે. મહાયુતિના તમામ કાર્યકર્તાઓ ખંતથી કામ કરી રહ્યા છે. શિંદેએ કહ્યું કે જનતાએ અમને એવી જીત અપાવી છે કે જે આ પહેલા ક્યારેય થઈ નથી.
આ પણ વાંચો: લાડલી બહેન યોજનાથી જનતાની લાડકી બની ‘મહાયુતિ’ સરકાર?
સીએમ પદ પર પણ વાત કરી
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ કહ્યું કે જેમની પાસે વધુ સીટો હોય તેને જ સીએમ પદ આપવામાં આવે તે અંગે હજૂ કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. પરિણામ આવે તે પછી મોદી, નડ્ડા બધા સાથે મળીને નિર્ણય કરીશું. મહાયુતિએ એક થઈને ચૂંટણી લડી છે. જેના કારણે સીએમ પદનો નિર્ણય બધા સાથે બેસીને જ નક્કી કરશે. મહાયુતિનું કામ જનતાએ 2.5 વર્ષથી જોયું છે. આ કામ જોઈને જનતાએ અમને મત આપ્યા છે.