December 19, 2024

નવનીત રાણાની ચૂંટણી રેલીમાં બબાલ, ખુરશીઓ ફેંકી અને જોરદાર સૂત્રોચ્ચાર

Maharashtra Election: શનિવારે ભાજપના પૂર્વ સાંસદ રણનીત રાણાની ચૂંટણી સભામાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન ભીડ એકદમ આક્રમક દેખાઈ અને રાણા તરફ ખુરશીઓ ફેંકવા લાગી. સદનસીબે તે આ હુમલામાં બચી ગઈ હતી. નોંધનીય છે કે, નવનીત રાણા મહારાષ્ટ્રના અમરાવતીના ભૂતપૂર્વ સાંસદ છે. તે પ્રચાર માટે જિલ્લાના દરિયાપુર વિધાનસભા ક્ષેત્રમાં પહોંચી હતી. યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા અને મહિલા સાંસદ તરફ ખુરશીઓ ફેંકવા લાગ્યા. તેમજ જોરથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

અહેવાલ મુજબ શનિવારે મોડી સાંજે યોજાયેલી ચૂંટણી સભા ચાલી રહી હતી. આ દરમિયાન કોઈ મુદ્દે બોલાચાલી થઈ અને પછી હંગામો શરૂ થઈ ગયો. મામલો એટલો બગડ્યો કે કાર્યકરોએ એકબીજા પર ખુરશીઓ ફેંકવાનું શરૂ કરી દીધું. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટના અંગે નવનીત રાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણી તેના સમર્થકો સાથે ખલ્લર પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસનું કહેવું છે કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવશે.