January 19, 2025

રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ, મહારાષ્ટ્રમાંથી પ્રોજેક્ટ છીનવીને અન્ય રાજ્યોને આપવામાં આવ્યા

Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને આજે સવારે રાહુલ ગાંધીએ સોમવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર પર ઘણા મોટા આક્ષેપ કર્યા હતા.

ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે આજનો દિવસ પ્રચારનો છેલ્લો દિવસ છે. રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્યની મહાયુતિ સરકાર પર મોટા આક્ષેપ કર્યા હતા. રાહુલ ગાંધીએ આ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં લાખો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અન્ય રાજ્યોને આપી દેવામાં આવ્યા છે. આ સિવાય પણ રાહુલ ગાંધી અન્ય ઘણા મુદ્દાઓ પર બોલ્યા હતા.

પ્રોજેક્ટ ગુજરાતમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રમાં લાખો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અન્ય રાજ્યોને આપવામાં આવ્યા છે. રાહુલ ગાંધી ધારાવી પ્રોજેક્ટ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર પણ બોલ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ફોક્સકોન’, જેવા 7 લાખ કરોડ રૂપિયાના મોટા પ્રોજેક્ટ ગુજરાતમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. જેનું પરિણામ એ આવ્યું કે મહારાષ્ટ્રના યુવાનોએ નોકરી ગુમાવાનો વારો આવ્યો છે.

મહારાષ્ટ્રની જનતાને રાહુલ ગાંધીએ આપ્યા વચનો

• ડુંગળીના ખેડૂતો માટે વાજબી ભાવ સમિતિ હશે
• અઢી લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે
• બેરોજગારોને દર મહિને રૂપિયા 4000ની સહાય
• મહિલાઓને દર મહિને રૂપિયા 3000 આપશે
• મહિલાઓને મફત બસ સુવિધા મળશે
• ખેડૂતોની રૂપિયા 3 લાખ સુધીની લોન માફ કરવામાં આવશે
• સોયાબીનને પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,000 મળશે
• કપાસ માટે વાજબી MSP હશે
• 25 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો
• જાતિ ગણતરી મહારાષ્ટ્રમાં યોજાશે