January 16, 2025

મહારાષ્ટ્ર કોંગ્રેસને ફરી મોટો ફટકો, પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું

મુંબઈ: લોકસભા ચૂંટણીથી પહેલા કોંગ્રેસને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. બાબા સિદ્દીકીએ ગુરૂવારે પાર્ટીને રાજીનામું આપી દીધું છે. બાબા સિદ્દીકીએ આ અંગે સોશ્યિલ મીડિયા પર લખ્યું હતું કે, હું એક યુવા કાર્યકર્તાના રૂપમાં પાર્ટીમાં જોડાયો હતો. આ યાત્રા 48 વર્ષ સુધી અવિરત ચાલી છે. આજે મે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સદ્સ્ય પદ પરથી તાત્કાલિક પ્રભાવથી રાજીનામું આપી રહ્યો છું. એવું ઘણું બધું છે જે મારે કહેવું છે, પરંતુ કેટલીક વસ્તુ કહ્યા વિના જ રહી જાય એ સારુ છે. હું મારી આ યાત્રાના ભાગ તરીકે સાથે રહ્યા એ બધાનો આભારી છું.

ઈફ્તાર પાર્ટી માટે હતા ફેમસ
બાબા જિયાસિદ્દીન સિદ્દીકી દર વર્ષે તેની ઈફ્તાર પાર્ટીના કારણે સમાચારોમાં રહેતા હતા. આ ગ્રોંડ ઈફ્તાર પાર્ટીમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિત અનેક સેલેબ્સ તેમાં જોવા મળતા હતા. બાબા સિદ્દીકીને મોટી ઈફ્તાર પાર્ટીઓનું આયોજન કરનાર અને તેમાં પણ ખાસ બોલિવૂડ સેલેબ્સને આમંત્રિક કરનાર પોલિટિશ્યનના રૂપમાં જાણીતા હતા.

સિદ્દીકીના રાજીનામાથી કોંગ્રેસને નુકસાન
મિલિંદ દેવડા બાદ બાબા સિદ્દીકીએ કોંગ્રેસ પાર્ટીમાંથી છેડો ફાડ્યો છે. આ બંને મહારાષ્ટ્ર કોંગ્રેસના મોટા કદાવર નેતાઓમાંથી એક છે. થોડા સમયે પહેલા મળેલી માહિતી અનુસાર મુંબઈના બાંદ્રા ઈસ્ટના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી અજિત પવારના નેતૃત્વ વાળી એનસીપી ગુટમાં જોડાઈ શકે છે.