December 29, 2024

‘લાડકી બહિન યોજના’ સહિતની તમામ યોજનાઓ ચાલુ રહેશે, મહિનાના અંત સુધીમાં હપ્તા આવી જશેઃ CM ફડણવીસ

Laadki Bahin: મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલુ છે. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ‘લડકી બહેન’ યોજનાને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે વિધાનસભાને કહ્યું કે ‘લાડકી બહિન’ સહિતની તમામ ચાલુ યોજનાઓ ચાલુ રહેશે. તેમજ લાડકી બહિન યોજના હેઠળ મહિલાઓ માટે ડિસેમ્બર મહિનાની સહાયની રકમ મહિનાના અંત સુધીમાં જમા કરવામાં આવશે.

આ સાથે તેમણે દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં પોતાના સંબોધન દરમિયાન વિપક્ષ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. ફડણવીસે કહ્યું કે અમે રાજ્યની ચૂંટણી દરમિયાન લોકસભાના પ્રચારના વિપક્ષના બનાવટી નિવેદનોને નષ્ટ કરી દીધો. રાજ્યમાં મહાયુતિની જીતથી સ્પષ્ટ થઈ ગયું છે કે વિપક્ષ પાસે હવે કંઈ કરવાનું નથી.