મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીને લઈને તણાવ, સંજય રાઉત રાહુલ ગાંધી સાથે ફોન પર કરશે વાત
Maharashtra Assembly Elections: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. NCP (શરદ પવાર), શિવસેના (UBT), અને વિકાસ અઘાડી (MVA) ગઠબંધન હેઠળ એકસાથે ચૂંટણી લડવાના છે. આ વચ્ચે મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીના મુદ્દે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. એક માહિતી પ્રમાણે શિવસેનાએ વધુ સીટોની માંગ કરી છે. બીજી બાજૂ મહારાષ્ટ્રની કોંગ્રેસ તે આપવા તૈયાર થઈ રહી નથી. હવે સંજય રાઉત રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરવાના છે.
આ બેઠકો પર શિવસેનાની ચૂંટણી લડવા માંગ
શિવસેના (UBT)એ માંગ કરી છે કે રામટેક, અમરાવતી જેવી પરંપરાગત બેઠકોનો કોટા કોંગ્રેસને આપ્યો હતો અને તેમાં કોંગ્રેસ જીતી ગઈ છે. હવે જો આપણે આ જિલ્લાઓની કેટલીક બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડવા માંગીએ તો તેમાં કંઈ ખોટું નથી. અમારે પણ અમારી પાર્ટીને જીવંત રાખવાની છે. જેના કારણે હવે રાહુલ સાથે ફોનમાં સંજય રાઉત આ વિશે વાત કરવાના છે. ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને આ અંગે કેટલીક માહિતી આપી છે.
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે
સંજય રાઉત રાહુલ ગાંધી સાથે વાત કરશે
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ સાથે સંજયે વાત કરી હતી. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી. જેના કારણે હવે ઠાકરે સેનાએ નક્કી કર્યું કે તે સીધા કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે સીધી વાત કરશે. સંજય રાઉતે કેસી વેણુગોપાલ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલા સાથે આ વિશે વાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે સંજય રાઉત આજના દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરશે.