December 25, 2024

મોદી-યોગીના સૂત્રો મહારાષ્ટ્રમાં હિટ થઈ ગયા?

Maharashtra Assembly Election Results: મહારાષ્ટ્ર ચૂંટણીમાં અત્યાર સુધીના વલણો અનુસાર ભાજપ-શિવસેના (શિંદે) ગઠબંધન 200 સીટોને પાર કરી ગયું છે. ઇન્ડી ગઠબંધનને હારને સામનો કરવો પડી શકે છે. “બંટોગે તો કટોગે” સીએમ યોગીનું સૂત્ર સાચું પડી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજી બાજૂ પીએમ મોદીનું “એક હૈ તો સલામત હૈ” મહારાષ્ટ્રમાં હિટ બન્યું છે.

આ પણ વાંચો: Wayanad By Election Result 2024: પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ બેઠકથી આગળ

ચૂંટણીમાં ખરાબ રીતે હારી રહ્યું છે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના (શિંદે) ગઠબંધન (મહાયુતિ) અત્યાર સુધીના વલણોમાં બહુમતીના આંકડાથી ઘણું આગળ નીકળી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ સમયે ભારત ગઠબંધન ચૂંટણીમાં ખરાબ રીતે હારી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સમયે એવું લાગી રહ્યું છે કે “બંટોગે તો કટોગે” સીએમ યોગીનું સૂત્ર પીએમ મોદીનું “એક હૈ તો સલામત હૈ” મહારાષ્ટ્રમાં હિટ બન્યું છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી હતી તે સમયે યોગી અને મોદીએ સૂત્ર આપ્યું હતું. આ પછી ભાજપે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીમાં પણ સીએમ અને પીએમના આ સ્લોગનનો ખાસ ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું.