Worli Election Results Live: મિલિંદ અને આદિત્ય વચ્ચે મુકાબલો
Maharashtra Assembly Election: એક સમયે શિવસેનાનો ગઢ ગણાતી વરલી બેઠક પર આ વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ છોડીને શિંદેમાં જોડાયેલા મિલિંદ દેવરા આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં આદિત્ય ઠાકરે આ બેઠક પરથી જીત પ્રાપ્ત કરી હતી. તમને જણાવી દઈએ હાલ આદિત્ય ઠાકરે આ બેઠક પરથી ધારાસભ્ય છે. હવે આ વખતની ચૂંટણીમાં જોવાનું રહ્યું કે વરલીના લોકો શિવસેના-શિંદે જૂથ કે શિવસેના-ઉદ્ધવ જૂથમાંથી કોને પસંદ કરશે.
2019 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો
SHSના આદિત્ય ઠાકરેને 89,248 મત મળ્યા (જીત્યા)
VBAના ગૌતમ ગાયકવાડને 6,572 વોટ મળ્યા.
NCPના સુરેશ માનેને 21,821 વોટ મળ્યા.
2014 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો
SHSના સુનિલ શિંદેને 60,625 વોટ મળ્યા (જીત્યા)
NCPના સચિન આહીરને 37,613 વોટ મળ્યા
બીજેપીના સુનિલ રાણેને 30,849 વોટ મળ્યા હતા.