ભગવાન રામ પર સ્ટાલિનના મંત્રીની જીભ લપસી, મહંત બાલક દાસે કર્યો વળતો પ્રહાર
DMK Leader Remark On Lord Rama: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પરિવહનમંત્રી એસએસ શિવશંકરે ભગવાન રામના અસ્તિત્વના કોઈ ઐતિહાસિક પુરાવા ન હોવાનો દાવો કરીને વિવાદીત નિવેદન આપ્યું છે. ડીએમકેના નેતા અને પાતાલપુરીના પ્રમુખ મહંત બાલક દાસના આ દાવા પર સંત સમાજે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, જો તેમનામાં હિંમત હોય તો મુસ્લિમો અને મૌલવીઓ વિરુદ્ધ બોલીને બતાવો.
Varanasi, Uttar Pradesh: On Tamil Nadu minister's statement on Lord Ram, Patalpuri Peethadheeshwar Mahant Balak Das says, "Such ministers lack religious faith, know nothing of history. They do such things to earn their political bread. There is no need for such people to stay… pic.twitter.com/ckw3hjoZ76
— IANS (@ians_india) August 3, 2024
ન્યૂઝ એજન્સી IANS અનુસાર, તેમણે કહ્યું, “આ મંત્રીને ન તો ઈતિહાસ ખબર છે કે ન તો ભૂગોળ. આ લોકોને ધાર્મિક જ્ઞાન પણ નથી હોતું. આ લોકો દરેક નિવેદન પોતાનો રાજકીય ફાયદો ઉઠાવવા માટે આપે છે. તેના મોંમાં જે આવે છે તે બોલે છે. આ લોકોની મૂર્ખતા ચરમસીમાએ પહોંચી ગઈ છે. ભગવાન આવા લોકોને બુદ્ધિ આપે. આ લોકો માટે પાર્ટીમાં રહેવું યોગ્ય નથી. આ લોકો મંત્રી બનીને બેઠા છે, પરંતુ તેઓ રામજીના ઈતિહાસ વિશે કંઈ જાણતા નથી.
‘હિંમત હોય તો મૌલવીઓ અને મુસ્લિમો સામે બોલીને બતાવો’
વધુમાં તેમણે કહ્યું, “જો તેમને ખબર હોત તો આ લોકોએ આવા નિવેદનો ન આપ્યા હોત. રામજી વિશે ઘણા બધા શાસ્ત્રો છે, શું આ લોકોએ ક્યારેય તેમના વિશે વાંચ્યું છે? મને લાગે છે કે ભગવાન આ લોકોને સજા કરશે, પરંતુ સરકારે પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જો આ લોકોમાં હિંમત હોય તો મુસ્લિમો અને મૌલવીઓ વિશે બોલીને બતાવો, આ લોકો નહીં બોલે. હિંદુ નરમ છે, તે કોઈપણ પ્રકારની હિંસા કરવા માંગતો નથી. આ લોકો તેનો ફાયદો ઉઠાવે છે.”
ભાજપે શું કહ્યું?
તમિલનાડુના બીજેપી ચીફ કે અન્નામલાઈએ આ મામલે ડીએમકે પર વળતો પ્રહાર કર્યો અને એક પોસ્ટમાં કહ્યું, “ભગવાન શ્રી રામ પ્રત્યે ડીએમકેનું અચાનક વળગણ ખરેખર જોવા જેવું છે – કોણે વિચાર્યું હશે? ગયા અઠવાડિયે જ, ડીએમકેના કાયદા પ્રધાન રઘુપતિએ જાહેર કર્યું હતું કે ભગવાન શ્રી રામ સામાજિક ન્યાયના સર્વોચ્ચ ચેમ્પિયન, બિનસાંપ્રદાયિકતાના પ્રણેતા અને બધા માટે સમાનતાના ચેમ્પિયન હતા.”
તેમણે આગળ કહ્યું, “તે હાસ્યાસ્પદ છે કે ડીએમકે જે વિચારે છે કે તમિલનાડુનો ઈતિહાસ 1967માં શરૂ થયો હતો. તેને દેશની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસથી અચાનક પ્રેમ થઈ ગયો. કદાચ હવે DMK મંત્રીઓ રઘુપતિ અને શિવ શંકર માટે બેસીને ચર્ચા કરવાનો અને ભગવાન રામ પર સર્વસંમતિ સાધવાનો સમય આવી ગયો છે. અમને વિશ્વાસ છે કે શિવશંકર તેમના સાથીદાર પાસેથી ભગવાન શ્રી રામ વિશે એક-બે વાત શીખી શકશે.”
MK સ્ટાલિનના મંત્રીએ શું કહ્યું?
વાસ્તવમાં ડીએમકે નેતા અને તમિલનાડુ સરકારના મંત્રી શિવશંકરે એક કાર્યક્રમને સંબોધિત કરતા ભગવાન રામ મંદિર પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભગવાન રામ સાથે સંબંધિત કોઈ ઐતિહાસિક પુરાવા નથી. જેથી ભગવાન રામના અસ્તિત્વની પુષ્ટિ થઈ શકે. તેમના આ વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય સંઘર્ષ તેજ બન્યો છે.