January 8, 2025

જૂનાગઢ શાંતિ આશ્રમના મહંત બજરંગપુરી બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા

Junagadh News: શાંતિ આશ્રમના મહંત બજરંગપુરી બાપુ દેવલોક પામ્યા છે. બજરંગપુરી બાપુ મોટા ભાગે મૌન ધારણ કરીને રહેતા એટલે મૌની બાપુ તરીકે જાણીતા હતા. 103 વર્ષની જૈફ વયે પુજ્ય મૌની બાપુનો દેહવિલય થતાં સાધુ સંતો અને સેવકગણો શોકમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: જો તમે તમારા પાર્ટનર સાથે OYO હોટેલમાં જઈ રહ્યા છો, તો હવે આ રાખજો ધ્યાન

એક લોટા પાણીથી દિવસ પસાર કરતા
મૌની બાપુ ગિરનારમાં 40 વર્ષ રહ્યા બાદ જૂનાગઢ ભેંસાણ રોડ પર ડેરવાણ ચોકડી પાસે શાંતિ આશ્રમમાં સ્થાયી થયા હતા. છેલ્લા 30 વર્ષથી તેઓ માત્ર એક લોટા પાણીથી દિવસ પસાર કરતા હતા. સમગ્ર દિવસ દરમિયાન ભગવાનને લગાવેલા ભોગમાંથી ચોથો ભાગ જ પ્રસાદ તરીકે લેતા હતા. દિવસે પણ જ્યાં અંધારૂ હોય તેવી કુટીરમાં રહીને સાધના કરતા હતા. ગયા અઠવાડીયે તેમની નાદુરસ્ત તબિયતને લઈને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા હતા. બાદમાં સ્વસ્થ થતાં ફરી તેમના આશ્રમ આવી ગયા હતા.