January 16, 2025

મહાકુંભમાં વિરાટ કોહલીનું નામ ગુંજ્યું, વીડિયો થયો વાયરલ

Maha kumbh 2025: મહાકુંભ 2025માં મોટી સંખ્યામાં ભક્તો ડુબકી લગાવી રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો એક ફેન પણ આ મહાકુંભમાં ડૂબકી મારવા આવી પહોંચ્યો છે. જેનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેનો ચાહક વિરાટ માટે ડૂબકી લગાવી રહ્યો છે અને તેના ફરી ફોર્મમાં આવવાની પ્રાર્થના કરી રહ્યો છે. આ વીડિયોએ વિરાટના તમામ ચાહકોના દિલ જીતી લીધા છે.

વિરાટનો વીડિયો થયો વાયરલ
વીડિયોમાં સાંભળી શકાય છે કે તેનો ચાહક ડૂબકી લગાવે છે અને પછી કહે છે કે આ પવિત્ર મહાકુંભમાં મારી એક જ પ્રાર્થના છે કે મહાદેવ વિરાટને તેનું સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ફોર્મ પરત કરાવે, આવનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના બેટથી 5-6 સદી ફટકારે. ઉલ્લેખનીય છે કે બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં વિરાટનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યિું ના હતું. ભારતને આ મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. 5 મેચની 9 ઇનિંગ્સમાં વિરાટ ખાલી 190 રન બનાવવામાં સફળ રહ્યો હતો.