March 8, 2025

મહાકુંભમાં રાજકોટના આધેડનું મોત, મિત્ર દંપતી અને પત્ની સાથે ગયા હતા પ્રયાગરાજ

Maha Kumbh 2025: મહાકુંભમાં લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ગુજરાતમાંથી પણ લોકો મહાકુંભમાં પહોંચી રહ્યા છે. ત્યારે મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું છે. જેમાં મહાકુંભમાં રાજકોટવાસીના એક 53 વર્ષીય આધેડનું મોત થયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 20 IASની બદલી, 4ને પ્રમોશન

અચાનક શ્વાસ ચડતા મોત
રાજકોટના પ્રતીક ટેનામેન્ટ રહેતા કિરીટસિંહ રાઠોડ પોતાની પત્ની અને મિત્ર દંપતી સાથે મહાકુંભમાં ગયા હતા. અમદાવાદથી ફ્લાઇટ પકડીને મહાકુંભમાં સ્નાન કરવા માટે નિકળ્યા હતા. મહાકુંભમાં પહોંચતાની સાથે સાધુ સંતો માટે રસોઈ બનાવવામાં આવી હતી અને બીજા પણ સેવાના કાર્ય કર્યા હતા. પીજીવિસિલના કોન્ટ્રાકટર કિરીટસિંહ રાઠોડને મહાકુંભમાં સ્નાન કર્યા બાદ અચાનક શ્વાસ ચડતા તેનું મોત થયું હતું.