7.3ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું વનુઆતુ, ઘરોને નુકસાન; સુનામીનું આપ્યું એલર્ટ
દક્ષિણ પેસિફિક ટાપુ રાજ્ય વનુઆતુના દરિયાકાંઠે મંગળવારે 7.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આટલી તીવ્રતાનો ભૂકંપ નોંધાયા બાદ વનુઆતુમાં સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે.
7.4 Earthquake damage in Vanuatu.
December 17, 2024 #earthquake #sismo #terremoto pic.twitter.com/8n6z0QEaQe— Disasters Daily (@DisastersAndI) December 17, 2024
આ ભૂકંપ રાજધાની પોર્ટ વિલાથી 37 કિમી દૂર સવારે 12:53 કલાકે આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે આ ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે કહ્યું કે આ ભૂકંપ બાદ સુનામીનું જોખમ વધી ગયું છે. હાલમાં આ કારણે ઓસ્ટ્રેલિયામાં સુનામીનો કોઈ ખતરો નથી.
આ પણ વાંચો: દિલ્હીમાં ફરી એક વખત હવા બની ઝેરી, અનેક વિસ્તારમાં AQI 450ને પાર