January 2, 2025

દૂધથી ઘરે જ બનાવો આ ફેસ પેક

Face Packs Milk: ત્વચાની ચમક વધારવા માટે લોકો બહાર પાલર જતા હોય છે. પરંતુ તમારે બહાર પાલર જવાની જરૂર નથી. કારણ કે તમારું રસોડું જ તમારું બેસ્ટ પાલર છે. રસોડાની સામગ્રીથી જ તમે તમારા ચહેરા પર નિખાર લાવી શકો છો. ત્યારે આજે અમે તમને દૂધમાંથી બનેલા કેટલાક ફેસ પેક વિશે માહિતી આપીશું જે તમે ટ્રાય કરી શકો છો.

દૂધ-હળદર
દૂધ અને હળદર બંનેમાં રહેલા તત્વો ત્વચા માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફેસ પેક બનાવવા માટે તમારે એક બાઉલમાં 2 ચમચી દૂધ તેમાં તમારે હળદર નાંખવાની રહેશે. આ ફેસ પેકને તમે રોજ લગાવી શકો છો. તમે તેને ચહેરાની સાથે ગરદનના ભાગ પર લગાવી શકો છો. લગભગ 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. થોડા જ દિવસમાં તમારા ચહેરામાં તેને અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: માઈગ્રેનના દુખાવામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે આ 5 ઘરેલું ઉપાય

દૂધ-મધ
મધ પણ તમારા ચહેરા માટે ખુબ ફાયદાકારક છે. એક કન્ટેનરમાં 2 ચમચી દૂધ અને એક ચમચી મધ સારી રીતે મિક્સ કરી દો. વધારે સારા પરિણામ જોતા હોય તો તમારે રોજ લગાવીને 15-20 મિનિટ સુધી રાખવાનું રહેશે. બાદમાં તમારે હૂંફાળા પાણીથી ચહેરાને ધોવાનો રહેશે. દૂધ અને મધથી બનેલા આ કેમિકલ ફ્રી ફેસ પેકની મદદથી તમે તમારી ત્વચા થોડા જ દિવસમાં ચમકવા લાગશે.

દૂધ-ચણાનો લોટ
ચણાનો લોટ ત્વચા માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધ-ચણાનો લોટનો ફેસ પેક બનાવવા માટે તમારે એક ચમચી ચણાના લોટમાં બે ચમચી દૂધ નાંખો અને તેને મિક્સ કરી દો. તમે તેને રોજ લગાવી શકો છો. થોડા જ દિવસમાં તમારા ચહેરાની ચમક આવી જશે.

(અમારો આ લેખ માત્ર માહિતી માટે છે , કોઈ પણ સારવારમાં પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસ લો)