September 21, 2024

મધ્ય પ્રદેશથી પકડાયેલી નશીલી દવાના તાર વડોદરા પહોંચ્યા, એકની અટકાયત

વડોદરાઃ મધ્ય પ્રદેશથી પકડાયેલી દવાઓની તપાસના તાર વડોદરા સુધી પહોંચ્યા છે. મધ્ય પ્રદેશ પોલીસની સાથે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ ટીમ પણ વડોદરા તપાસમાં જોડાઈ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, વડોદરાના રાવપુરા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. રાવપુરામાં KHLOROPHYLLS Biotech pvt. Ltd. કંપનીનું ગોડાઉન આવેલું છે. MP પોલીસ અને CBNની ટીમ આવી પહોંચી ગુપ્ત તપાસ શરૂ કરી હતી.

મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસો પહેલા ગેરકાયદે દવાઓનો જથ્થો પકડાયો હતો. 850 બોટલ મયકોડેન સીરપ અને ટ્રમાફેન ડી 15300 ટેબ્લેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. નશીલી દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે આ મામલે વડોદરાથી એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરમાં તપાસ કરી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.