January 21, 2025

મધ્ય પ્રદેશના દેવાસમાં એક ઘર બળીને ખાખ, પરિવારના ચાર સભ્યોનાં શ્વાસ રૂંધાવવાથી મોત

દેવાસઃ મધ્ય પ્રદેશના દેવાસના નયાપુરા વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

મળતી માહિતી મુજબ, મદન સોલંકીનું ઘર દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં છે. શુક્રવારે મોડી રાત્રે સોલંકીના ઘરમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના શ્વાસ રૂંધાવવાથી મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં દિનેશ સુથાર (35 વર્ષ), ગાયત્રી સુથાર (30 વર્ષ), ઈશિકા (10 વર્ષ) અને ચિરાગ (7 વર્ષ)નો સમાવેશ થાય છે.