December 21, 2024

કોંગ્રેસના કમલનાથ ‘પંજો’ છોડી ‘કમળ’ પકડે તેવી શક્યતા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલા કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે. આ વખતે ઝટકો મધ્ય પ્રદેશમાંથી લાગે તેની સંભાવનાઓ વધી ગઈ છે. MPના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર સાંસદ નકુલનાથ જલ્દી જ BJPમાં જોડાઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી એવી અટકળો પણ ચાલી રહી હતી કે કમલનાથ કોંગ્રેસના આલાકમાનથી નારાજ ચાલી રહ્યા છે. તેની વચ્ચે આજે નકુલનાથે પોતાના એક્સ બાયોમાંથી કોંગ્રેસનું નામ હટાવી નાખ્યું છે. જે બાદ તેમનું BJPમાં જોડાણની ચર્ચાઓએ વધુ જોર પકડ્યું છે.

કમલનાથ પુત્ર સાથે પહોંચ્યા દિલ્હી
કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ BJPમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે બંન્ને નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે થોડા ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પણ BJPમાં જોડાઈ શકે છે.

છિંદવાડા પર નજર
કમલનાથને પોતાના પુત્ર નકુલનાથના રાજનૈતિક ભવિષ્યની ચિંતા છે. ગત લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી. જે છિંદવાડાની હતી. જ્યાંથી નકુલનાથને ઘણી મહેનતે જીત મળી હતી. છિંદવાડામાં કમલનાથ અને નુકલનાથનું જીતનું માર્જિન સતત ઘટી રહ્યું છે. તો બીજી તરફ BJPને છિંડવાડાનો પોતાની સૂચીમાં રાખ્યું છે અને છેલ્લા 3 વર્ષથી BJP ત્યાં ખુબ જ મહેનત કરી છે.

પાર્ટીમાં જોડાયેલા હોવા માટે બાધ્ય નથી
થોડા સમય પહેલા કમલનાથને પુછવામાં આવ્યું કે, શું કોંગ્રેસ નેચા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ BJPમાં જોડાઈ શકે છે? તેના જવાબમાં કમલનાથે કહ્યું કે, બધા સ્વતંત્ર છે. કોઈ પણ પાર્ટીમાં જોડામાં માટે બંધન નથી. જ્યારે તેઓ પણ પાર્ટી બદલવાના છે એ ચર્ચાઓ ચાલી રહી છે. તેના પર પ્રશ્ન કરાતા જવાબમાં નાથે કહ્યું કે, આવી તો બહું બધી અફવાઓ ચાલી રહી છે. હું મારા વિશે કંઈ પણ કેવી રીતે કહી શકું?

કમલનાથની રાજકીય સફળ
કમલનાથ છિંદવાડાની બેઠક પર 9 વખત લોકસભા ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે. છેલ્લા બે વર્ષથી છિંદવાડાના ધારાસભ્ય છે. તેમના પુત્ર નકુલનાથ પણ એક સમયે છિંદવાડાના સાંસદ રહી ચુક્યા છે. કમલનાથ ડિસેમ્બર 2018 અને માર્ચ 2020ની વચ્ચે મુખ્યમંત્રી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.