December 28, 2024

‘Maa tujhe salam’ હાર્દિક-વિરાટનો વીડિયો વાયરલ

Virat Kohli And Hardik Pandya: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી લીધી છે. જીત મેળવ્યા બાદ ટીમ હવામાનના કારણે વેસ્ટ ઈન્ડિઝમાં અટવાઈ ગઈ હતી. હવે ટીમ ફાઈનલી ઈન્ડિયા આવી ગઈ છે. ત્યારબાદ પીએમ આવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ પહોંચી હતી. ત્યારબાદ ખેલાડીઓનું વિજય પરેડ યોજીને ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સમયે સમગ્ર સ્ટેડિયમ ભારત-ભારતના નારાથી ગુંજી ઉઠ્યું હતું. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો શેર કર્યો
ભારતીય ખેલાડીઓએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના મેદાનની મુલાકાત લીધી હતી. આ સમયે ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં મા તુઝે સલામ ગીત વાગી રહ્યું છે. આ વીડિયોમાં હાર્દિક અને વિરાટ પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં કુલદીપ યાદવના હાથમાં ટ્રોફી જોવા મળી રહી છે. કોહલીએ ખભા પર ત્રિરંગો પહેર્યો જોવા મળ્યો હતો. તમામ ખેલાડીઓની સાથે ક્રિકેટ ચાહકો મા તુઝે સલામ ગાતા જોવા મળે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: IND vs ZIM વચ્ચેની પ્રથમ T20 મેચ, જાણો કઈ ચેનલ પર આ મેચ LIVE જોઈ શકશો

T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો
ભારતીય ટીમે 17 વર્ષના લાંબા સમય બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. ભારતે 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી છે. ફાઇનલમાં ભારત માટે વિરાટ કોહલીએ 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી.