January 23, 2025

હવે આ ભારતીય ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, ઘણા ક્રિકેટર્સ બન્યા મહેમાન

Prerak Mankad Marriage: લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. હાલમાં જ જ્યાં ભારતીય ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ લગ્ન કર્યા હતા ત્યાં જ હવે IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ રહેલા પ્રેરક માંકડે પણ લગ્ન કર્યા છે. પ્રેરક માકડે તેની ગર્લફ્રેન્ડ કિંજલ સાથે લગ્ન કર્યા છે. મિત્રો સાથે બંનેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લખનૌ સુપર જાયન્ટ્સના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ ફોટો પોસ્ટ કરીને નવવિવાહિત કપલને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ ફોટામાં ઘણા ક્રિકેટરો પણ જોવા મળી રહ્યા છે.

આ ક્રિકેટર્સ લગ્નમાં પહોંચ્યા હતા
લખનૌ સુપર જાયન્ટ્સે પોતાના એક્સ એકાઉન્ટ પરથી પ્રેરક માંકડના લગ્નનો ફોટો શેર કર્યો છે મયંક યાદવ સૂટ પહેરેલો જોવા મળે છે જ્યારે અન્ય ખેલાડીઓ પરંપરાગત પોશાકમાં જોવા મળી રહ્યા છે.

પ્રેરકે 2022માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું
પ્રેરક માંકડે 2022માં પંજાબ કિંગ્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી લખનૌ સુપર જાયન્ટ્સ તેની સાથે આઈપીએલ 2023માં 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે જોડાયો હતો. તે IPL 2024માં LSGનો પણ ભાગ હતો. જોકે તેને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. અત્યાર સુધી તેણે IPLમાં માત્ર 6 મેચ રમી છે, 2022માં પંજાબ માટે એક અને 2023માં LSG માટે પાંચ મેચ રમી છે, જેમાં તેણે પોતાના બેટથી સદી પણ ફટકારી છે.

આ પણ વાંચો: પત્ની અને બાળકોની સામે જ પૂર્વ ક્રિકેટરની ગોળી મારીને હત્યા

સૌરાષ્ટ્ર માટે શાનદાર પ્રદર્શન
તમને જણાવી દઈએ કે પ્રેરક સૌરાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેણે અત્યાર સુધીમાં 54 ફર્સ્ટ ક્લાસ, 60 લિસ્ટ-એ અને 47 ટી-20 મેચ રમી છે. 87 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં પ્રેરકે 33.03ની એવરેજથી 2511 રન સાથે 49 વિકેટ પણ લીધી છે. લિસ્ટ-એની 53 ઇનિંગ્સમાં તેણે 35.46ની એવરેજથી 1667 રન અને 48 વિકેટ ઝડપી છે. જ્યારે T20ની 42 ઇનિંગ્સમાં તેણે 30.31ની એવરેજથી 970 રન અને 22 વિકેટ ઝડપી છે.