December 17, 2024

લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડીએ CPLમાં મચાવી તબાહી

CPL 2024: CPL 2024ની મેચ રમાઈ રહી છે. જેમાં IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી શાનદાર રમી રહ્યો છે. આ ખેલાડી નિકોલસ પૂરને છે. નિકોલસ પૂરને તેની ટીમના માલિકને IPL 2024ની મેગા હરાજી પહેલા તેને ટીમમાં રાખવાનું બીજું મોટું કારણ આપી દીધું છે.

પૂરનની શાનદાર ઇનિંગ્સ
નિકોલસ પૂરને આ 43 બોલમાં 93 રનની શાનદાર ઈનિંગ રમી હતી. . આ ટૂર્નામેન્ટમાં સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિયોટ્સની આ સતત 9મી હાર છે. પૂરને પોતાની ઇનિંગ દરમિયાન 6 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ પણ 216.28 હતો અને તે આ મેચમાં અણનમ રહ્યો હતો. આ મેચમાં સારી બેટિંગ પિચ પર નાઈટ રાઈડર્સે પ્રથમ બોલિંગ કરી હતી. આ મેચમાં સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિયોટ્સની શરૂઆત કંઈ ખાસ રહી ના હતા. આ પછી, આન્દ્રે ફ્લેચર અને કાયલ મેયર્સે મળીને ઇનિંગની કમાન સંભાળી હતી. બંને બેટ્સમેન વચ્ચે 99 રનની ભાગીદારી થઈ હતી. કાયલ મેયર્સે 30 બોલમાં 60 રન અને આન્દ્રે ફ્લેચરે 61 બોલમાં 93 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: ભારતે બાંગ્લાદેશ સામે ઐતિહાસિક જીત નોંધાવી, આવું 92 વર્ષમાં પહેલીવાર બન્યું

બેટિંગ કરવા મેદાનમાં આવ્યો
ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ ટીમની શરૂઆત સારી જોવા મળી હતી. કેસી કાર્ટીએ 15 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. કેસી કાર્ટી આઉટ થતાની સાથે નિકોલસ પૂરન બેટિંગ કરવા આવ્યો હતો. નિકોલસ પૂરન અને જેસન રોય બંને મળીને આ ઇનિંગ્સને સંભાળી હતી. રોયે આ મેચમાં 34 બોલમાં 64 રન બનાવ્યા અને પછી અંતે નિકોલસ પૂરને ઝડપી બેટિંગ કરી હતી. તેની સારી બેટિંગને ટીમને જીત તરફ લઈ ગઈ હતી.