લખનૌની ધરતી પર શાર્દુલ ઠાકુરની મોટી સિદ્ધિ, બનાવ્યો આ રેકોર્ડ

LSG vs GT: લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં GT એ પ્રથમ બેટિંગ લીધી હતી. શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી હતી. બીજી બાજૂ લખનૌ તરફથી શાર્દુલ ઠાકુરે શાનદાર બોલિંગ કરી હતી. તેના નામે એક શાનદાર સિદ્ધિ નોંધાઈ છે. આવો જાણીએ શું માઈલસ્ટોન હાંસલ કર્યો તેણે.

આ પણ વાંચો: ગિલ અને સાઈ સુદર્શને IPL 2025 માં બનાવ્યો મોટો રેકોર્ડ, પ્રાપ્ત કરી આ સિદ્ધિ

શાર્દુલના નામે શાનદાર સિદ્ધિ
IPL 2025 ની 26મી મેચમાં, શાર્દુલ ઠાકુરનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. શાર્દુલે તેના T20 કારકિર્દીમાં 200 વિકેટ લીધી હતી. આઈપીએલ 2025 ની હરાજીમાં શાર્દુલ અનસોલ્ડ રહ્યો. પરંતુ મોહસીન ખાન ઘાયલ થયા પછી, લખનૌએ તેને પોતાની ટીમમાં એડ કર્યો હતો. ગુજરાત સામે રમાયેલી મેચમાં શાર્દુલે 34 રન આપીને 2 વિકેટ લીધી હતી.