December 17, 2024

બજેટ પહેલા મોંઘવારીનો માર, LPG સિલિન્ડર થયો મોંઘો

દિલ્હી: દેશમાં વચગાળાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. તેના પહેલા સામાન્ય લોકોના ખીંચા પર ફરી ભાર વધ્યો છે. આજે સવારે તેલ કંપનીઓએ ગૈંસ સિલિન્ડરનું બજેટ બગાડી નાખ્યું છે. શિયાળુ સત્રમાં વધી રહેલી ડિમાન્ડ અને આંતરરાષ્ટ્રીય બજારની કિંમતોએ સિલિન્ડરના ભાવને 14 રૂપિયા જેટલું વધારી નાખ્યું છે. આ વધારો સમગ્ર દેશના લાગુ થયો છે. મહત્વનું છેકે, આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત યથાવત રહી છે.

હવે આટલા રૂપિયામાં મળશે સિલિન્ડર

નવી કિંમતો જાહેર થયા બાદ કોમર્શિયલ સિલિન્ડરનો દિલ્હીમાં ભાવ 1755.50 રુપિયાની જગ્યાએ 1769.50 રુપિયામાં મળશે. કોલકતામાં આજ સિલિન્ડર 1869ની જગ્યાએ 1887 રૂપિયામાં મળશે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1708.50ની જગ્યાએ વધીને 1723.50 અને ચેન્નઈમાં 1924.50 રૂપિયાથી વધીને 1937 રુપિયામાં મળશે.

આ પણ વાંચો: Budget 2024: બજેટ તૈયાર કરવાની જાણી-અજાણી વાતો…

ગત મહિને મળી હતી રાહત

1 જાન્યુઆરી 2024ના 19 કિલોગ્રામ વાળા સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સામાન્ય ઘટાડો કર્યો હતો. દિલ્હીથી લઈ મુંબઈ સુધી આ સિલિન્ડરની કિંમતમાં 1.50 રૂપિયાથી લઈને 4.50 રૂપિય સુધી સસ્તા કરવામાં આવ્યા હતા. જ્યારે એક જ મહિનામાં 14 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

ઘરેલુ IPLમાં નથી થયો બદલાવ

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. હાલ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 903 રુપિયા, કોલકતામાં 929 રુપિયા છે. તો મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નઈમાં 918.50 રુપિયા છે.નોંધનીય છેકે, છેલ્લે 30 ઓગસ્ટ 2023ના રોજ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો હતો. એ બાદ તેમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી.