BSNLના 100 રૂપિયાની અંદરના 5 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
Lowest Recharge Plan: જો તમે પણ BSNL સિમનો ઉપયોગ કરી રહ્યા છો તો અમે તમારા માટે 100 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહેલા પ્લાન વિશે માહિતી આપવાના છીએ. આવો જાણીએ કે આ પ્લાનમાં શું મળશે તમને લાભ.
BSNL નો 97 રૂપિયાનો પ્લાન
BSNLની યાદીમાં રૂપિયા97નો રિચાર્જ પ્લાન પણ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં તમે રોજ 2GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાન 15 દિવસ માટે હોય છે. એ પ્રમાણે તમને ટોટલ 30GB ડેટા મળી રહેશે. આ સાથે તમે અમર્યાદિત ફ્રી કૉલિંગ પણ કરી શકો છો.
BSNL નો 94 રૂપિયાનો પ્લાન
જો તમારે નેટનો વધારે ઉપયોગ રહેતો હોય તો તમે BSNLનો 94 રૂપિયાનો પ્લાન કરી શકો છો. આ પ્લાન તમને 30 દિવસ માટે મળી રહેશે. દરરોજ 3GB ડેટા મળી રહેશે. 30 દિવસમાં કુલ 90GB ડેટાનો તમે ઉપયોગ કરી શકો છો. કોલિંગ માટે 200 મિનિટ આપવામાં આવે છે.
BSNL નો 98 રૂપિયાનો પ્લાન
BSNLના 98 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં તમને 18 દિવસની વેલિડિટીમાં મળી રહે છે. જેમાં તમે રોજ 2GB ડેટાનો ઉપયોગ કરી શકો છો.
BSNL નો 58 રૂપિયાનો પ્લાન
BSNLના લિસ્ટમાં તમને 58 રૂપિયાના પ્લાનનો પણ તમને ઓપ્શન મળી રહેશે. આ પ્લાન કોઈ બીજી કંપની પાસે નથી. BSNLના આ પ્લાનમાં તમને 7 દિવસની વેલિડિટી મળે છે.
આ પણ વાંચો: OTP સંબંધિત નવા નિયમો આજથી થશે લાગુ
BSNLનો 87 રૂપિયાનો પ્લાન
BSNLની યાદીમાં 87 રૂપિયાના રિચાર્જ પ્લાનનો વિકલ્પ પણ મળી રહે છે. રોજ તમને 1GB હાઇ સ્પીડ ડેટા મળી રહેશે. આ પ્લાનમાં તમને ટોટલ 14GB ડેટા મળે છે.