January 19, 2025

WhatsApp લાવ્યું નવું ફીચર, નોટિફિકેશન પણ સેટ કરી શકાશે

WhatsApp પર સતત નવા ફીચર્સ આવતા રહે છે. છેલ્લા 6 મહિનાથી સતત અપડેટ આવી રહ્યા છે. આ વચ્ચે વોટ્સએપનું વધુ એક ફીચર આવી રહ્યું છે. આ નવા ફીચરની માહિતી . WABetaInfoએ આપી છે. આ ફીચર કેવી રીતે કામ કરશે આવો જાણીએ.

નવો વિકલ્પ મળશે
WABetaInfoએ આપેલી માહિતી પ્રમાણે જ્યારે પણ WhatsApp એપ ખોલવામાં આવશે, ત્યારે ન વાંચેલા મેસેજની સંખ્યાને સાફ કરવા માટે એક નવો ઓપ્શન આપવામાં આવશે. જે આગામી થોડા જ સમયમાં આપી દેવામાં આવશે. આ સાથે તમે આ અપડેટમાં મેસેજ રિએક્શન માટે નોટિફિકેશન પણ સેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે કોઈ ગ્રુપ અથવા સિંગલ ચેટમાં કોઈ મેસેજ મોકલો છો અને કોઈ તેના પર પ્રતિક્રિયા છે તો તેની તમને અલગથી સૂચના મળશે. હવે જોવાનું રહ્યું કે આ ફીચર કયારે આવશે અને લોકોને કેવું પસંદ આવે છે. હાલ તો મહત્વની વાત એ છે કે WhatsApp સતત અપડેટ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: 3D કર્વ્ડ ડિસ્પ્લે અને લો વેઈટ સાથે વીવોનો નવો ફોન લોન્ચ, અદભૂત છે કેમેરો

વીડિયો અપલોડ કરી શકશે
iPhone યુઝર્સને નવો અનુભવ મળશે. આઈફોન યુઝર્સ સ્ટેટસમાં 1 મિનિટ સુધીનો વીડિયો શેર કરી શકશે. iPhone યુઝર્સ ઘણા સમયથી આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા. આ પહેલા માત્ર 30 સેકન્ડનો વીડિયો શેર કરી શકતા હતા. હવે વીડિયો સ્ટેટસ પોસ્ટ કરવા માટે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે iPhone યુઝર્સ હવે 1 મિનિટ સુધીનો વીડિયો શેર કરી શકશે.