બીટની પેસ્ટમાં કરો આ મિક્સ, ત્વચાનો ગ્લો વધશે બમણો
Best Face Pack: શિયાળાની સિઝનમાં ત્વચા સુકાઈ જવાની સમસ્યા રહેતી હોય છે કે પછી ચહેરાનો ગ્લો જતો રહે છે. ત્યારે અમે તમારા માટે બીટમાંથી બનાવેલ ફેસ પેકની માહિતી લઈને આવ્યા છીએ. આવો જાણીએ કે કેવી રીતે બનાવશો આ ફેસ પેક.
બીટનો ફેસ પેક બનાવો
બીટરૂટ ફેસ પેક બનાવવા માટે તમારે છીણેલું બીટ લેવાનું રહેશ. હવે તમારે તેમાં મધ નાંખવાનું રહેશે. તેને સારી રીતે મિક્સ કરી દો. આ પેસ્ટ તમારા ચહેરા માટે વરદાન સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની કાર કરતા આ દેશમાં ઈ-કાર છે વધારે
કેવી રીતે કરશો ઉપયોગ
આ પેસ્ટને બનાવીને તમારા ચહેરા ઉપર કે પછી ગરદનના ભાગ ઉપર સારી રીતે લગાવો. આ માસ્કને તમારે અંદાજે 15 થી 20 મિનિટ રાખવાનું રહેશે. સારા પરિણામ મેળવવા માટે તમારે હૂંફાળા પાણીથી તેને સાફ કરવાનું રહેશે. અઠવાડિયામાં 2 વાર આ પેકને લગાવો. થોડા જ સમયમાં તમને ત્વચામાં ફેરફાર જોવા મળી જશે.