December 26, 2024

અમરેલીમાં પાછોતરા વરસાદને કારણે મગફળીના પાકમાં લાખોનું નુકસાન

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ 100 ટકા થી વધારે પડ્યો છે. ત્યારે જિલ્લાનો મુખ્ય પાક મગફળી છે. અમરેલી જિલ્લામાં 2 લાખ 7 હજાર હેકટરમાં મગફરીનું વાવેતર થયું છે ત્યારે, ગઈકાલે ખાંભા ગીરના ભાડ, ઇંગોરાળા, અનિડા, કોટડા, વાંકિયા સહિત ગામોમાં અચાનક રાત્રિના દોઢથી બે ઈંચ વરસાદી માવઠું પડવાથી ખાંભા પંથકમાં મગફળી, સોયાબીન, તલના પાકને મોટું નુકસાન થયું છે અને છેલ્લા 5 દિવસની વરસાદ ન આવતા ખેડૂતોઓએ મગફળીનો પાક કાઢી નાખ્યો અને ગઈ કાલે રાત્રે ભારે વરસાદથી ખાંભા પંથકના ખેડુતનો મગફરીનો પાક અને પાથરા ધોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે.

ખાંભા તાલુકાના ગામડાઓમાં ગઈ કાલે રાત્રે અનરાધાર પવન સાથે બે ઈંચ વરસાદી માવઠું પડવાથી ખેડૂતોના મગફરીનો તૈયાર પાક ધોવાઈ ગયો હતો અને પાથરા પલરી ગયા હતા અને ખેડૂતોને પશુનો ઘાસચારા પણ ખેડૂતોના હાથમાં આવે તેવી સ્થિતિ નથી રહી અને મગફળીના સારા ભાવ પણ આવે તેવી સ્થિતિ નથી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને ખેડૂતોને આશા હતી કે આ વર્ષ સારું ઉત્પાદન આવશે અને દિવાળી સારી જશે. પરંતુ, ખેડૂતો ને ચાલુ વર્ષ લાખોનું નુકસાન થવા પામ્યું છે હાથમાં આવેલ કોળિયો જુઠવાય ગયો છે.

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ 100 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાય જાહેર કરી દીધા બાદ ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડવાથીથી સોયાબીન, મગફરી, તલ સહિતના પાકમાં પુષ્કળ નુકસાન થયું અને ત્યારે શરૂઆતમાં ખેડૂતોને ઇયળ અને મુંડા આવવાના કારણે મગફળીના પાકમાં નુકસાન પહોંચ્યું હતું અને છેલ્લે છેલ્લે વરસાદી માવઠું પડવાથી મગફરીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે.

ખાંભા તાલુકામાં વરસાદે છેલ્લે છેલ્લે તારાજી સર્જી છે અને ખેડૂતોને સારા ભાવ અને સારા ઉત્પાદનની આશાએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પણ કુદરતે ચાલુ વર્ષ કોપાયમાન થયો અને શરૂઆતમાં શિયાળો અને મુંડાને કારણે મગફળીમાં નુકસાન થયું હતું અને છેલ્લે વરસાદની માવઠું પડતા જગતના તાતની આશા પર પાણી ફેરવી દીધું અને છેલ્લા 4 થી 5 દિવસ વરાપ નિકરતા ખેડુતોએ મગફળીનો પાક કાઢવા માંડ્યા અને ગઈકાલે ખાંભા પંથકમાં અચાનક 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો અને ખેડૂતોની બાકી રહેલી આશાઓ પર પાણી ફેરવી દીધું અને મગફરીનો પાક ધોવાઈ ગયો અને પાથરા પલરી ગયો તેમજ સોયાબીન અને તલના પાકને પણ નુકસાન જતા ખેડૂતની લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવાઈ તેવી આશા રાખી ખેડૂતો બેઠા છે.