December 18, 2024

આયુર્વેદના નિયમોથી આ રીતે ઘટાડો વજન

Weight Loss: લોકો પોતાનું વજન ઘટાડાવા માટે ખુબ જ મહેનત કરે છે. અનેક પ્રકારની ડાયટ અને કડવા ડ્રિંક પીવે છે. તેમ છતાં બહું જ સામાન્ય ઘટાડો જોવા મળે છે. મોટાપાના કારણે હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયના રોગ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ થાય છે. એક વખત વજન વધી ગયા બાદ તેને ઘટાડવો ખુબ જ મુશકેલ બની જાતો હોય છે. જો તમે પણ આ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો તો તમે આયુર્વેદનો સહારો લઈ શકો છો. વજન ઘટાડવા માટે પણ આયુર્વેદ અને તેના નિયમો ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

ઉપવાસ
અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવાની જરૂર છે. ઉપવાસના કારણે શરીર ડિટોક્સ થાય છે એ સાથે વજનમાં પણ ઘટાડો થાય છએ. ઉપવાસના સમયે બટેકા કે સાબુદાણા જેવી વસ્તુઓ ખાવાનું ડાળો. તેની જગ્યાએ ગરમ પાણી કે લીંબુ પાણીનું સેવન કરો.

જીરૂં, આદુ અને મેથી
તમે રોજ સવારે ખાલી પેટમાં એક ગ્લાસ જીરું, આદુ અને મેથીને ઉકાળીને તેનું પાણી પીઓ. જે તમારા સ્વાસ્થ્યને સુધારશે આ સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

પુરતી ઉંઘ લો
વજન ઘટાડવા માટે ઉંઘની ભૂમિકા ખુબ જ મોટી છે. વજન ઘટાડવા માંગો છો તો સમયસર અને પુરતા પ્રમાણમાં ઉંઘ લો. રોજના ઓછામાં ઓછા 7થી 8 કલાક ઉંઘ લેવી જોઈએ.

આ પણ વાંચો: મગજ પર સતત તણાવ અનુભવી રહ્યા છો તો કરો આ આસન

પ્રોસેસ્ડ ફૂડ ન ખાઓ
જ્યારે વાત વજન ઘટાડવાની હોય ત્યારે ડાયટ પર પુરતુ ધ્યાન આપવું જોઈએ. બહારની વસ્તુઓ ખાવાથી બોડીમાં ફેટ જમા થાય છે. તેના કારણે કોલેસ્ટ્રોલનો ખતરો વધી જાય છે. તમારી ડાયટથી વજનને ઘટાડી શકો છો.

યોગ અને પ્રાણાયમ
આ ઉપરાંત આયુર્વેદના મુખ્ય પાયા એટલે કે યોગ અને પ્રાણાયમ પણ વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. નિયમિત રીતે અડઘો કલાક યોગ અને પ્રાણાયમ કરવાથી મન પર અંકુશ વધશે. આ સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરશે.