January 15, 2025

લોસ એન્જલસમાં આગનું તાંડવ! અત્યાર સુધીમાં 24 લોકોના મોત, જો બાઈડને વ્યક્ત કર્યો શોક

America: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે દક્ષિણ કેલિફોર્નિયામાં ખાસ કરીને લોસ એન્જલસ શહેરમાં લાગેલી વિનાશક આગ જેમાં 24 લોકોના મોત થયા હતા. તેના પર શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે લોસ એન્જલસમાં જંગલની આગમાં આપણે જે 24 લોકો ગુમાવ્યા છે તેમના માટે અમે દુઃખી છે. તેમણે જંગલમાં લાગેલી આગને કારણે થયેલા વિનાશનો સ્વીકાર કર્યો અને કહ્યું કે તેમને નિયમિતપણે અગ્નિશામક પ્રયાસો વિશે માહિતી આપવામાં આવતી હતી. તેમણે તેમની ટીમને મદદ માટેની કોઈપણ વિનંતીનો તાત્કાલિક જવાબ આપવા સૂચના આપી છે.

આગથી થયેલા વિનાશથી દુઃખી છું
જો બાઈડને કહ્યું કે દક્ષિણ કેલિફોર્નિયામાં જંગલમાં લાગેલી આગને કારણે થયેલા વિનાશથી અમે ખૂબ જ દુઃખી છીએ. લોસ એન્જલસમાં જંગલની આગને કાબુમાં લેવાના સઘન પ્રયાસો વિશે મને સતત માહિતી આપવામાં આવી રહી છે. મારા નિર્દેશ પર, સેંકડો કર્મચારીઓ અને હવાઈ અને ભૂમિ સહાય કેલિફોર્નિયામાં ફાયર બ્રિગેડને ટેકો આપવા અને જરૂરિયાતમંદ સમુદાયોને મદદ કરવા માટે મોકલવામાં આવ્યા છે.

બાઈડને વધુમાં કહ્યું કે આગને કાબુમાં લેવા અને લોકોના જીવ બચાવવા માટે કામ કરી રહેલા અગ્નિશામકોનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે આપણો દેશ આ આગને કાબુમાં લેવા અને લોકોના જીવ બચાવવા માટે દિવસ-રાત કામ કરી રહેલા બહાદુર લોકોનો આભારી છે. અમેરિકા અને અમે તમારા ઋણી છીએ.

આ પણ વાંચો: ઇમરાન ખાનની પત્ની બુશરા બીબીને મોટો ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

આગ પર કાબુ મેળવવાના પ્રયાસો તેજ
લોસ એન્જલસ વિસ્તારમાં લાગેલી આગમાં હજારો ઘરો નાશ પામ્યા છે અને ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. સપ્તાહના અંતે હવામાન શાંત થતાં અગ્નિશામકોએ આગને ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે ભારે પવનની આગાહીને કારણે તેઓ સાવધ થઈ ગયા છે.