January 28, 2025

રોબોટે બનાવી પેઇન્ટિંગ, કરોડોમાં લાગી બોલી

AI Painting: AIનો યુગ આવ્યો છે. જેમાં AI માત્ર આપણા મોબાઈલ ફોન, PC સુધી મર્યાદિત જોવા મળી રહ્યા નથી. નવી વાત એ છે કે હવે AI દ્વારા પેઇન્ટિંગ બનાવવામાં આવી રહી છે. ન્યૂયોર્કમાં AIનો ઉપયોગ કરીને રોબોટે જ પેઇન્ટિંગ બનાવી દીધી છે.

પેઇન્ટિંગ માટે કરોડો રૂપિયા
AI આજના સમયમાં નવી નવી અજાયબીઓ કરી રહ્યું છે. હ્યુમનૉઇડ રોબોટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ કરીને ગણિતશાસ્ત્રી મેથિસન એલન ટ્યુરિંગની પેઇન્ટિંગ બનાવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પેઇન્ટિંગ માટે કરોડો રૂપિયાની બોલી લગાડવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે રોબોટ દ્વારા બનાવેલ આ કદાચ પ્રથમ પેઇન્ટિંગ છે. હ્યુમનૉઇડ રોબોટ Ai-Dએ વર્ષ 2022 થી પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: પુણે ટેસ્ટમાં હાર બાદ ગૌતમ ‘ગંભીર’, ખેલાડીઓનો આરામ કર્યો હરામ

Ai-Da કોણ છે?
Ai-Da એ માનવીય રોબોટ છે, જેનું નામ 19મી સદીના ગણિતશાસ્ત્રી Ada Lovelance પરથી રખાયું હતું. આ રોબોટને બર્મિંગહામ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના 30 થી વધુ AI સંશોધકોની ટીમ દ્વારા એડન મેલોર સાથે મળીને બનાવવામાં આવ્યો છે. આ રોબોટ ડ્રોઇંગ અને પેઇન્ટિંગ કરવામાં સક્ષમ જોવા મળી રહ્યો છે. તે તેના આંખમાં લાગેલા કેમેરાના ઉપયોગ કરે છે.