January 8, 2025

પોસ્ટ ઓફિસને લઈને ચોંકાવનારો ખુલાસો, ગુજરાતમાં ભાડા પેટે ચૂકવાય છે કરોડો રૂપિયા

Gujarat Post Office

ગાંધીનગરઃ લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન પોસ્ટ ઓફિસ મામલે પૂછવામાં આવેલા સવાલનો કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સરકારના જવાબમાંથી જાણવા મળ્યું છે કે, દેશમાં મોટાભાગની પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં ચાલી રહી છે. જેમાંથી ગુજરાતમાં 800થી વધુ પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં કાર્યરત છે.

કેન્દ્ર સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, દેશની 18,834 પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં ચાલે છે. આ પોસ્ટ ઓફિસના ભાડા પેટે 10 વર્ષમાં 964 કરોડ ભાડું ચૂકવવામાં આવ્યું છે. તેમાંથી ગુજરાતમાં 853 પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં કાર્યરત છે. આ પોસ્ટ ઓફિસ માટે સરકારે 10 વર્ષમાં 46 કરોડ રૂપિયા ભાડું ચૂકવ્યું છે.

10 વર્ષમાં રાજ્યવાર ચૂકવેલા ભાડાની માહિતી

  • તમિલનાડુ – 2162 પોસ્ટ ઓફિસ – 129 કરોડ
  • ઉત્તર પ્રદેશ – 1971 પોસ્ટ ઓફિસ – 72 કરોડ
  • મહારાષ્ટ્ર – 1657 પોસ્ટ ઓફિસ – 111 કરોડ
  • પશ્ચિમ બંગાળ – 1377 પોસ્ટ ઓફિસ – 74 કરોડ
  • આંધ્ર પ્રદેશ – 1319 પોસ્ટ ઓફિસ – 75 કરોડ
  • કર્ણાટક – 1207 પોસ્ટ ઓફિસ – 81 કરોડ
  • કેરળ – 1206 પોસ્ટ ઓફિસ – 68 કરોડ
  • ઓડિશા – 914 પોસ્ટ ઓફિસ – 43 કરોડ
  • ગુજરાત – 853 પોસ્ટ ઓફિસ – 46 કરોડ