July 5, 2024

Loksabha Election Result 2024: રામ મંદિરનું મેજિક ફેઈલ, Yogi-Modiની ગેરંટી ન ચાલી

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામોએ દેશના તમામ નેતઓની આંખો ખોલી દીધી છે. એવું કહીએ તો પણ ખોટું નથી કે ધોળે દિવસે તારા દેખાડી દીધા. આ વર્ષમાં સૌથી વધારે કોઈ મુદ્દો રહ્યો હોય તો તે છે રામમંદિર. ભાજપ માટે મુદ્દાને ખૂબ ઉછાળવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણીના પરિણામ આવ્યા તો ભાજપના દરેક નેતાઓ ચોંકી ગયા હશે.

આકરા પ્રહારો કર્યા
રામ મંદિરનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવવા છતાં ભાજપ બહુમતીથી દુર રહી છે. યોગીથી લઈને મોદી સુધી રામ નામે વોટ લેવાના હોય તેમ દરેક જગ્યાએ ધર્મનો મુદ્દો લાવી દેવામાં આવતો હતો. આ સમયે વિપક્ષે પણ આકરા પ્રહારો કર્યા હતા. ભાજપે તો આ વખતે 400ને પાર જવાની વાત કરી હતી. પરંતુ રામ મંદિરનો ઉલ્લેખ કરીને તેનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ચૂંટણી ભાષણોમાં ભાજપના દરેક નેતાના મોઢે રામ મંદિરનો ઉલ્લેખ જોવા મળી રહ્યો હતો. પરંતુ જે જગ્યા પર રામ મંદિર બન્યું છે તે જગ્યાએથી અયોધ્યાયથી જ ભાજપની હાર થઈ છે.

રામ મંદિરનો અભિષેક
ફૈઝાબાદ લોકસભા સીટ પરથી ભાજપના લલ્લુ સિંહને સપાના અવધેશ પ્રસાદે હરાવી દીધા છે. મહત્વની વાત એ છે કે ભાજપનો ચૂંટણી સમયનો મુદ્દો રહ્યો હતો તે જ જગ્યા પર ભાજપની હાર થઈ હતી. ભાજપના રામ નામના ચૂંટણીલક્ષી મુદ્દાનું ટાઈ ટાઈ ફીસ થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ લોકસભા ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે અધૂરા મંદિરને પવિત્ર કરી રહ્યું છે. વિરોધ પક્ષોએ રામ મંદિરના અભિષેકના કાર્યક્રમને ભાજપનો પોતાનો કાર્યક્રમ ગણાવીને તેનાથી દૂરી લીધી હતી. જેના પર જનતાએ પણ પ્રહારો કર્યા હતા.