December 23, 2024

મંત્રીમંડળના વિસ્તરણને લઈ સિનિયર નેતાના સંકેત, કોણ આવશે કોણ જશે એ રહસ્ય

Vijay Rupani: ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાનું આવતીકાલે પરિણામ છે, ત્યાર કાલે પરિણામ બાદ ગુજરાતના રાજકારણમાં ફેરબદલના એંધાણ જોવા મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી પરિણામ બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા હોવાની વાત વિજય રુપાણીએ કરી છે.

મોદી જ આવશે
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આજે એક નિવેદન આપ્યું છે. જેમા તેમણે કહ્યું છે કે પરિણામ બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા છે. લોકસભા ચૂંટણીના પરિણામની વાતને લઈને તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપની 26 સીટ આવશે, એક તો જીતી જ ગયા છીએ. 25 હવે બાકી છે. ક્ષત્રિય આંદોલનને લઈને તેમણે કહ્યું કે તેનાથી પરિણામમાં કોઈ અસર થાય એવું લાગી રહ્યું નથી. કોઈ કોઈ જગ્યાએ કાર્યકર્તાઓ વચ્ચે નાના મોટી સમસ્યાઓ હતી. આ સાથે તેમણે દાવો કર્યો કે ફરી વાર મોદી જ આવશે.

આ પણ વાંચો: Kirti Patelએ કરોડોની ખંડણી માંગી, પોલીસ ફરિયાદ થયા ટિકટોક ગર્લ ગાયબ

ગુજરાતીઓ સાથે સીધો સંબધ
વિજય રુપાણી કહ્યું કે પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત સાથે સીધો સંબધ છે. લોકોનો પ્રેમ, વિશ્વાસ, ભરોસો મોદી પર છે. પહેલી વખત એવું આવ્યું છે કે બધા એક્ઝિટ પોલે ભાજપની 400 સીટ આવશે. એટલે ભાજપ આવશે તે ચોક્કસ છે. વડાપ્રધાન મોદીએ ધર્મ માટે હંમેશા બલિદાન આપ્યા છે. ગુજરાતના કાયદા મુજબ 24 કે 25 લોકોનું મંત્રીમંડળ હોય છે અત્યારે 17 જ છે. નવી સરકાર ભૂપેન્દ્રભાઈની બની ત્યારે પણ એવી વાત હતી કે વિસ્તરણ થશે. એટલે શક્યતા છે કે આ થઈ શકે છે. આ વખતે ગુજરાતમાં 26 એ 26 બેઠક પર ભાજપની જીત મળશે. પરંતુ ઉજવણી કરવામાં નહીં આવે.